લો બોલો… આ મહિલાએ ના કોઈ પુરુષ સાથે ના કોઈ સ્ત્રી સાથે પરંતુ ગુલાબી રંગ સાથે કર્યા લગ્ન, જુઓ લગ્નની શાનદાર તસવીરો

લગ્ન એ જીવનનું એક અભિન્ન પાસું છે, જે દરેકના જીવનમાં આવે છે, સોશિયલ મીડિયામાં પણ લગ્નને લઈને ઘણી તસવીરો અને વીડિયો પણ આપણે વાયરલ થતા જોઈ છીએ. આપણે ત્યાં કહેવાય છે કે લગ્ન એ એક જન્મનું નહીં પરંતુ સાત સાત જન્મનું બંધન છે. આપણે ઘણા એવા લગ્નો જોયા હશે જેને ઇન્ટરનેટ ઉપર પણ ચર્ચા મળેવી હશે, હાલ એવા જ એક લગ્નએ ચર્ચાનો માહોલ ગરમ કર્યો છે.

પહેલા ધર્મ અને જાતિના ભેદભાવથી સ્ત્રીઓ અને પુરુષોને અલગ કરવામાં આવતા હતા. આ સમય બદલાયો અને હવે સમલૈંગિક લગ્નોનો વિરોધ શરૂ થયો. પરંતુ પછી તેને ઘણા દેશો દ્વારા માન્યતા પણ મળી. આ પછી તમે એવા ઘણા સમાચાર વાંચ્યા હશે જેમાં લોકો પોતાની જાત સાથે લગ્ન કરતા જોવા મળ્યા હતા. પરંતુ આજે અમે તમને જે લગ્ન વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ તે જાણ્યા પછી તમે હેરાન રહી જશો.

નવા વર્ષના દિવસે લાસ વેગાસમાં એક અનોખી ઘટના બની. અહીં રહેતી કિટેન કે સેરાએ ન તો કોઈ પુરુષ સાથે લગ્ન કર્યા અને ન તો કઈ સ્ત્રી સાથે. તેને ગુલાબી રંગ સાથે લગ્ન કર્યા. માનવામાં થોડું વિચિત્ર લાગે પરંતુ આ હકીકત છે. કિટેનને ગુલાબી રંગ ખુબ જ પસંદ હતો. એવામાં તેને આજ રંગ સાથે પાક્કી યારી કરવા માટે ગ્રાન્ડ ફંક્શનમાં રંગ સાથે જ લગ્ન કરી લીધા.

કિટેનનું કહેવું છે કે તેનો ગુલાબી રંગ સાથેનો પ્રેમ 40 વર્ષ જૂનો છે. ચાલીસ વર્ષ રિલેશનમાં રહ્યા બાદ તેને લગ્ન કરવાનો નિર્ણય કર્યો અને આ સંબંધને નામ આપી દીધું. આ લગ્નનો વિચાર બે વર્ષ પહેલા એક બાળકે કિટેનને આપ્યો હતો. તે ઘટનાનો ઉલ્લેખ કરતાં, કિટેને જણાવ્યું હતું કે લગભગ બે વર્ષ પહેલાં જ્યારે એક બાળકે તેને જોઈ હતી, ત્યારે તેણે અચાનક પૂછ્યું હતું “કે શું તે ગુલાબી રંગ સાથે પ્રેમ કરે છે. હામાં જવાબ સાંભળીને તેને તરત કિટેનને લગ્ન કરવાનો આઈડિયા આપી દીધો. ત્યારથી કિટેને ગુલાબી રંગ સાથે લગ્ન કરવાનું મન બનાવી લીધું હતું. હવે બે વર્ષ બાદ કીટને 2022ની પહેલી તારીખે જ પિન્ક રંગ સાથે લગ્ન કરી લીધા.

પોતાના આ ગ્રાન્ડ યુનિક વેડિંગમાં કિટેને પિન્ક રંગનું ગાઉન પહેર્યું હતું. તેની સાથે જ ગુલાબી રંગનો જ કોટ, ગુલાબી વાળ અને ગુલાબી રંગ ટીયારા પહેર્યું હતું. તેના ઘરેણાં પણ ગુલાબી રંગના હતા અને વેડિંગ કેક પણ ગુલાબી રંગની હતી. આ લગ્નની અંદર કિટેને કસમ પણ ખાધી હતી.

તેને પોતાના લગ્ન બાદ આખું જીવન ગુલાબી ઉપરાંત કોઈ બીજો રંગ ના પહેરવાની કસમ ખાધી. આ અનોખા લગ્નની ઘણીબધી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. કેટલાક લોકો તો આ અનોખા લગ્નને જોયા બાદ કિટેનને પાગલ અને સનકી પણ કહી રહ્યા છે.

Niraj Patel