ચાલુ મેટ્રો ટ્રેનમાં આ યુવતીને ઇન્સ્ટાગ્રામ રીલ માટે ઠુમકા લગાવવા પડ્યા ભારે, વીડિયો વાયરલ થતા જ થયું એવું કે… જુઓ વીડિયો

રીલ્સની માયાજાળમાં ગાડું થયું છે યુવાધનઃ ચાલુ મેટ્રો ટ્રેનમાં ઠુમકા લગાવ્યા અને પછી રોલા પાડવા જતા આવ્યો રેલો..!

સોશિયલ મીડિયામાં લોકો નામના બનાવવા માટે શું શું નથી કરતા, આજે ઘણા યુવકો અને ઘણી યુવતીઓને જોઈએ છીએ કે જે પોતાની જાતને સોશિયલ મીડિયામાં ફેમસ કરવા માટે જાહેર સ્થળો ઉપર પણ અશ્લીલ ડાન્સ કરતા હોય છે અને તેના દ્વારા તેમના વ્યૂવ્ઝ પણ વધારતા હોય છે, પરંતુ ઘણીવાર આવા વીડિયો વાયરલ થતા જ તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ થતી હોય છે. હાલ એવો જ એક મામલો સામે આવ્યો છે.

આ મામલો હૈદરાબાદ શહેરનો છે, જ્યાં એક મહિલા મેટ્રો ટ્રેનમાં જ ડાન્સ કરવા લાગી. જો કે, કોઈએ મેટ્રો મેનેજમેન્ટને ફરિયાદ કરી. આવી સ્થિતિમાં મેનેજમેન્ટે ફરિયાદને ગંભીરતાથી લીધી અને કડક કાર્યવાહી કરી અને તેની સામે કેસ દાખલ કર્યો. ઈન્સ્ટાગ્રામ પર રીલ બનાવવા માટે આ મહિલા મેટ્રો ટ્રેનમાં ડાન્સ કરી રહી હતી.

આ વીડિયો માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર Hi હૈદરાબાદ એકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વાયરલ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, હૈદરાબાદ મેટ્રોમાં ડાન્સ. આ ક્યારે બન્યું? આ વાયરલ વીડિયોને લગભગ 50 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે સેંકડો લોકોએ તેને લાઈક કર્યો છે. વીડિયો જોયા બાદ યુઝર્સે રસપ્રદ કોમેન્ટ્સ પણ કરી છે.

ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવવા માટે એક મહિલા મેટ્રો ટ્રેનમાં ડાન્સ કરી રહી હતી. બેકગ્રાઉન્ડમાં એક તમિલ ગીત વાગી રહ્યું છે, જેના પર તે ડાન્સ કરી રહી છે. વીડિયો જોઈને લાગે છે કે માત્ર આ મહિલા જ આ ગીતથી રોમાંચિત છે અને ત્યાં બેઠેલા બાકીના લોકો તેનાથી કોઈ ફર્ક નથી પડતો. લોકોએ યુવતીના આ કૃત્યની ટીકા કરી છે અને તેને અસ્તવ્યસ્ત ગણાવી છે. આ ઉપરાંત હૈદરાબાદ મેટ્રો રેલ લિમિટેડ એટલે કે એચએમઆરએલના અધિકારીઓએ કહ્યું કે મહિલા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

યુવતીની ટીકા કરતા યુઝર્સે મેનેજમેન્ટ પર સવાલો પણ ઉઠાવ્યા હતા કે તેને પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસમાં આવું કરવાની મંજૂરી કેમ આપવામાં આવી અને તાત્કાલિક પગલાં કેમ ન લેવાયા. મેનેજમેન્ટે તેની સામે ફરિયાદ નોંધાવવાની રાહ કેમ જોઈ? એક યુઝરે લખ્યું, આ કેવી નવી સમસ્યા છે. શું મેટ્રોમાં આવું કરવું યોગ્ય છે? લોકોએ એ પણ પૂછ્યું કે શું હૈદરાબાદ મેટ્રોને હવે પિકનિક સ્પોટ અને ડાન્સ ફ્લોર બનાવવામાં આવશે.

Niraj Patel