આ યુવતીએ ટોયલેટ ટબની અંદર બનાવી પાર્ટી ડ્રિન્ક, વીડિયો જોઈને લોકોના ઉડી ગયા હોશ, કહ્યું કેમ આવું કર્યું, જુઓ વીડિયો

સોશિયલ મીડિયાની અંદર ઘણા એવા વીડિયો વાયરલ થતા હોય છે. ઘણા લોકો એવા હોય છે જે પ્રખ્યાત થવા માટે કઈ અવનવું કરે છે. હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક યુવતી પાર્ટી માટેની ડ્રિન્ક ટોયલેટના ટબમાં બનાવી રહી છે. તેનો વીડિયો જોઈને તમે પણ હેરાન રહી જશો.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક યુવતી ટોયલેટ ટબની અંદર કેન્ડી અને આઈસ્ક્રીમ ભરે છે. ત્યારે બાદ ફ્લશ કમ્પાર્ટમેન્ટમાં ફેન્ટા, સ્પ્રાઇટ અને જ્યુસ ભરી દે છે. અને ત્યારબાદ તેને બંધ કરી દે છે.

ત્યારબાદ આ યુવતી ટબમાં રહેલી કેન્ડી અને આઇસક્રીમને એક ચમચાથી હલાવી રહી છે અને ફ્લશ ખેંચે છે. જેવું તેને ફ્લશ ખેંચ્યું કે તરત ટબમાં સોફ્ટડ્રિંક અને કેન્ડી બંને ભેગા થઇ ગયા. ચમચીથી હલાવીને તે એમ પણ બતાવી રહી છે કે પાણી રંગીન થઇ ગયું.

ત્યારબાદ આ યુવતી કપમાં આ ડ્રિન્ક ભેળવીને બધાને સર્વ કરતી પણ નજરે આવે છે. હવે સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે અને આ વીડિયો જોયા બાદ લોકો અલગ અલગ કોમેન્ટ પણ કરી રહ્યા છે.

ઘણા યુઝર્સનું કહેવું છે કે આ બનાવટી વીડિયો છે. પરંતુ લોકોએ ખાવાનું બરબાદ કરવા માટે આ યુવતીની ખુબ જ આલોચના પણ કરી છે. એક યુઝર્સનું કહેવું છે કે, “હું શરત લગાવીને કહી શકું છું કે આ કોન્ટેન્ટ માટે કરવામાં આવ્યું છે. પરંતુ ખાવાનું વેડફવું યોગ્ય નથી.” જુઓ તમે પણ આ વાયરલ વીડિયો.

Niraj Patel