જેઠના પ્રેમમાં પાગલ પરણિતા પતિને છોડી બે બાળકો સાથે થઇ ફરાર, દાગીના તો ઠીક પણ આ વસ્તુને લઈને ભાગી ગઈ

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર સંબંધોને શર્મશાર કરનારી ઘણી ઘટનાઓ સામે આવે છે. જેમાં એક મહિલા તેના પતિને છોડી પરિવારના જ કોઇ વ્યક્તિ સાથે ભાગી જાય છે અથવા તો તેને પ્રેમ કરી બેસે છે. ત્યારે હાલમાં આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં બે બાળકોની માતા તેના જેઠના પ્રેમમાં એટલી પાગલ થઈ ગઈ કે તે તેની સાથે ભાગી ગઈ હતી. જેઠ ચાર બાળકોના પિતા પણ છે. હવે મહિલાનો પતિ પોલીસ પાસે ન્યાય માંગી રહ્યો છે. સંબંધોને શર્મશાર કરતી આ ઘટના બિહારના મુંગેર જિલ્લામાંથી સામે આવી છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

પોલીસના જણાવ્યા અનુસાર આ સમગ્ર મામલો અસારગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના મકવા ગામનો છે. જ્યાં બે બાળકોની માતા નર્મદા દેવી એટલી હદે જેઠ સાથેના પ્રેમમાં ઓતપ્રોત થઈ ગઈ હતી કે તેણે તમામ સામાજિક બંધનો તોડી પાડોશમાં રહેતા તેના જેઠ કૈલાશ સાહ સાથે ભાગી ગઈ. તે તેના બે બાળકોને પણ સાથે લઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ, ત્રિપુરારી શાહના લગ્ન બેગુસરાય જિલ્લાના રઘુનાથપુરના રહેવાસી શિકારી શાહની પુત્રી નર્મદા સાથે 2007માં થયા હતા. બંનેનું પારિવારિક જીવન પણ ખુશીથી પસાર થઈ રહ્યું હતું,

આ દરમિયાન બંનેને બે સંતાનો પણ થયા. શાહ મુંબઈમાં મજૂર તરીકે કામ કરતો હતો અને મુંગેરમાં તેના ઘરે પૈસા મોકલતો હતો, જેનાથી તેની પત્ની અને બાળકોનો ખર્ચ ચાલતો હતો. નર્મદાને તેની પડોશમાં રહેતા સંબંધમાં જેઠ અને ચાર બાળકોના પિતા કૈલાશ સાહ સાથે પ્રેમ થઇ ગયો અને બંને કલાકો સુધી ફોન પર એકબીજા સાથે વાત કરવા લાગ્યા. ત્રિપુરારી સાહને પણ આ વાતની જાણ થઈ અને જેના કારણે બંને વચ્ચે ઝઘડો થયો, પણ બંનેનો પ્રેમ એટલો બધો હાવી થઈ ગયો કે 22 જાન્યુઆરીએ બંને સંબંધોની પરવા કર્યા વિના ભાગી ગયા.

નર્મદા બંને બાળકોને પણ સાથે લઈ ગઈ. બીજી તરફ આ અંગેની માહિતી મળતાં ત્રિપુરારી ઘરે પહોંચ્યા ત્યારે આખું ઘર ખાલીખમ હતું, ઘરેણા પણ ગાયબ હતા અને અનાજ પણ. આ પછી તેણે અસારગંજ પોલીસ સ્ટેશનમાં કૈલાશ સાહ સહિત ચાર વિરુદ્ધ લેખિત અરજી આપી, જેમાં પત્ની ભાગી ગઈ હોવાનો આરોપ લગાવ્યો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે હાલ આ સમગ્ર મામલાની તપાસ થઇ રહી છે. ત્રિપુરારીએ જણાવ્યું કે લગભગ બે વર્ષથી મારી પત્ની બાજુમાં રહેતા કૈલાશ સાથે ફોન પર વાત કરતી હતી,

જેના કારણે ઘરમાં સતત ઝઘડા થતા હતા. મહિલા તેના પ્રેમી સાથે ઘરમાં રહેલા તમામ દાગીના અને પૈસા લઈને ભાગી ગઈ હતી. ઘરમાં રાખેલા ચોખા, દાળ, ઘઉં અને કપડા પણ બાકી ન રાખ્યા. તેણે કહ્યું કે તે મુંબઈમાં રહે છે અને મજૂરી કામ કરે છે. તેને 23મીએ ખબર પડી કે પત્ની કૈલાશ સાથે ભાગી ગઈ છે. આ પહેલા પણ આ બાબતે બૌદ્ધિકો અને લોકપ્રતિનિધિઓ દ્વારા પંચાયત યોજાઈ હતી.

Shah Jina