મનોરંજન વાયરલ

સિદ્ધાર્થ-કિયારાના લગ્ન વચ્ચે અભિનેત્રીની હમશક્લે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ- વીડિયો થયો વાયરલ

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રેન્ડ કરી રહ્યા છે. રાજસ્થાનના જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં બોલિવુડના લવ બર્ડ્સ કિયારા-સિદ્ધાર્થ લગ્નના બંધનમાં બંધાયા. કપલના લગ્નને લઇને ચાહકો ઘણા ઉત્સાહિત હતા અને આ માટે તેમણે લગ્ન બાદ રાત્રે કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. પણ આ વચ્ચે કિયારા અડવાણીની હમશક્લનો એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

આ વાયરલ વીડિયોએ બધાને ચોંકાવી દીધા છે. ઇન્સ્ટાગ્રામ પર એશ્વર્યા સિંહ ધરગોત્રા નામની એક છોકરીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે મેકઅપ બાદ એકદમ અભિનેત્રી કિયારા અડવાણીની જેમ જ દેખાય છે. એશ્વર્યાએ અભિનેત્રીના ગ્રીન સાડી લુકને રિક્રિએટ કરે છે અને તે બિલકુલ કિયારા જેવી જ દેખાઇ રહી છે. એશ્વર્યાના ઇન્સ્ટા બાયો અનુસાર, તે એક ડેન્ટિસ્ટ અને બ્લોગર છે.

એશ્વર્યાએ કિયારાની કાર્બન કોપી દેખાવા માટે ગ્રીન સાડી સાથે પિંક બંગડીઓ પણ પહેરી છે. આ લુકથી તેણે ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે. એશ્વર્યાએ ઘણા લોકોની રિકવેસ્ટ બાદ પોતાને અભિનેત્રી કિયારાના લુકમાં બતાવવાનો નિર્ણય કર્યો તેના વીડિયોને જોઇ ઘણા લોકોએ કમેન્ટ કરી છે કે તે બિલકુલ કિયારા જેવી જ નજર આવી રહી છે.

એશ્વર્યા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને યૂટયૂબ પર વ્લોગ પણ શેર કરતી રહે છે. એશ્વર્યાએ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યુ છે- કિયારાના લુકને રિક્રિએટ કરવા માટે ઘણા લોકોના અનુરોધો બાદ.