ભલે હંમેશા જ ભારત અને પાકિસ્તાનના સંબંધો તણાવપૂર્ણ રહયા હોય, પણ વિદેશીઓને જે રીત ભારત ફરવું પસંદ છે એ જ રીતે તેમને પાકિસ્તાન પણ ફરવા જવું ગમે છે, ત્યારે આજે વાત કરીએ ઓસ્ટ્રેલિયાની એક સુંદર યુવતીની કે જે પાકિસ્તાન ફરવા માટે નહિ પણ પોતાના સપનાના રાજકુમારને મળવા ગઈ હતી અને અહીં તેની સાથે જાનવરો કરતા પણ ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો, જેને સાંભળીને રૂંવાટા ઉભા થઇ જશે.
ઓસ્ટ્રેલિયાની લારા હૉલ નામની વકીલ સોશિયલ મીડિયા પર મળેલા પાકિસ્તાની યુવકને મળવા માટે પાકિસ્તાન પહોંચી, આ પાકિસ્તાની યુવકે તેને એક ખૂબ જ ઉમદા જીવનના સપના બતાવ્યા હતા, પણ જયારે તે પાકિસ્તાન પહોંચી ત્યારે તેને ખબર પડી કે એ બધું જ બનાવટી હતું અને તેને ત્યાં બંધ કરીને રાખવામાં આવી, તેના પર ત્રાસ ગુજારવામાં આવ્યો અને એ યુવકે લારા સાથે રેપ કર્યો. અને તેની સાથે જાનવરોથી પણ ખરાબ વર્તન કર્યું.

આ બધું જ વર્ષ 2013માં શરુ થયું જયારે તે પોતાની લૉ ડિગ્રી ખતમ કરીને એક સારી પોસ્ટ પર કામ કરી રહી હતી, તેને ટ્રેનમાં મળેલી એક પાકિસ્તાની યુવતી રહીયાના સાથે મિત્રતા થઇ. લારાએ તેને અંગ્રેજી શીખવવાની ઓફર કરી અને સમય સાથે તેના પરિવારનો ભાગ બની ગઈ. રહીયાનાનો પરિવાર તેને ઘણીવાર ભેટ આપતો અને જણાવતો કે તેઓ તેને ખૂબ જ વ્હાલ કરે છે.
લારા હૉલ એક ડિસફંક્શનલ પરિવારમાંથી હતી, જેથી તેને આ બધું જ સારું લાગી રહ્યું હતું. એક રાતે લારા રહીયાનાના પરિવાર સાથે પાકિસ્તાનમાં સ્કાયપ કોલ પર વાત કરી રહી હતી, ત્યારે તે પહેલી વાર સજ્જાદના પરિચયમાં આવી, જે એક રહીયાનાના પરિવારનો એક સંબંધી હતો. આ પછી બંને ફેસબૂક પર એકબીજાના સંપર્કમાં આવ્યા અને કેટલાક વર્ષો સુધી વાતો કરી. સજ્જુએ જણાવ્યું હતું કે તે એક વકીલ છે અને તે લારાને ખુશ રાખવા માંગે છે.

જયારે લારાને માનસિક રીતે કોઈની ખૂબ જરુર હતી એવા સમયમાં સજ્જાદ તેના જીવનમાં આવ્યો. તેનું બાળપણ ખૂબ જ ખરાબ રીતે વીત્યું હતું, તેને બાળપણમાં ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર હતો અને તે સમયે સજ્જાદે તેને વચન આપ્યું કે જો એ તેને પસંદ કરશે તો તે એને એક સુખી અને ભવ્ય જીવન આપશે. સજ્જાદે લારાને કહ્યું કે તેની પાસે પાંચ ઘરો છે અને એક સ્પેનિશ હાઉસ ખરીદ્યાનો કોન્ટ્રાકટ પણ બતાવ્યો. તેને કહ્યું કે લારા ઈચ્છે તે રીતે તેને સજાવી શકે છે અને એમાં રહેશે. તેને આ ઘરની તસ્વીરો પણ લારાને મોકલી હતી.
સજ્જાદ હંમેશા લારાને કહેતો કે તે તેના જીવનમાં બધી જ ખાલી જગ્યાઓ ભરી દેશે. ત્યારે લારાનું જીવન સિડનીમાં ખૂબ જ ખરાબ વીતી રહ્યું હતું. એટલે તેને સજ્જાદની લોભામણી ઓફરને લેવા વિશે વિચાર્યું. સજ્જાદ લારાની નાની બહેન એમી અને તેની દાદી સાથે પણ સંપર્કમાં હતો. એવો વિશ્વાસ લારાને અપાવવા માટે કે તે લારા સાથે કશું જ ખોટું નથી કરે અને તેને સાચો પ્રેમ કરે છે, તે એની બહેન સાથે પણ વાત કરતો અને તેની દાદીને પણ તેને સુરક્ષિત રાખશે એવા ઈ-મેલ્સ કરતો હતો.

2018માં જયારે સજ્જાદે તેના ભાઈના લગ્ન માટે લારાને પાકિસ્તાન બોલાવી ત્યારે લારાને પણ લાગ્યું કે સારો સમય છે કે ઓનલાઇન રોમાંસને હકીકતમાં પ્રેમ બનાવવામાં આવે. તે પાકિસ્તાન પહોંચી ત્યારે તેને જોયું કે તસ્વીરો જેવું આ ઘર નથી. આ ઘરને જોઈને તેના હોશ ઉડી ગયા. સજ્જાદે તેના ઘરની જે તસ્વીરો મોકલી હતી એવું આ ઘર ન હતું. ઘરમાં તેની સાથે કચરો પડ્યો હતો અને પાંચ બેડરૂમમાં 20 લોકો રહેતા હતા. તેને કહ્યું કે આ તો લગ્ન માટે જ છે. પણ શરૂઆતમાં તેને ખૂબ જ સારી રીતે રાખી પણ પછીથી તેને જણાવ્યું કે સ્પેનિશ હાઉસની વાત ખોટી હતી અને તે જેવું વિચારે છે એ એવો માણસ નથી. આ સાંભળીને બધો જ પ્રેમ ખતમ થઇ ગયો.

આ પછી તેની સાથે અત્યાચાર શરુ થયો. સજ્જાદે લારા સાથે જાનવરો કરતા પણ ખરાબ વ્યવહાર કર્યો, આ સિવાય તેને લારાની સાથે ઘણી વારા બળાત્કાર પણ કર્યો. આટલું જ નહીં, પણ સજ્જાદના ભાઈએ પણ તેની સાથે બળાત્કાર કરવાની કોશિશ કરી. આ દરમ્યાન લારાને મહિલાઓના હાઇજીન સાથે જોડાયેલી વસ્તુઓ પણ વાપરવા દેવામાં આવતી ન હતી. લારાને ભૂખી રાખવામાં આવતી હતી. સજ્જાદે તેના પર લગ્ન કરવાનું અને ઇસ્લામ સ્વીકારવાનું દબાણ પણ કરવાનું શરુ કર્યું હતું. લારાએ તેના લગ્નના પ્રસ્તાવને અને ઇસ્લામ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો તો તેના પર વધુ ત્રાસ ગુજારવામાં આવતો હતો. આ બધી જ વસ્તુઓએ લારાને અંદરથી તોડીને રાખી દીધી હતી.

લારાના 30 દિવસના વિઝા પણ ખતમ થઇ ગયા હતા અને સજ્જાદે કહ્યું હતું કે તેના સંપર્કો દ્વારા તે વિઝા વધારી આપશે પણ એ દરમ્યાન તે ઘરની બહાર જશે તો તેની વિઝા ન હોવા છતાં અહીં રહેવાના કારણે ધરપકડ થઇ જશે, એટલે તે પોલીસને કોલ કરીને પોતાની સાથે થયેલા અત્યાચાર વિશે જણાવતા પણ ડરતી હતી. આ પછી એક દિવસ હિંમત ભેગી કરીને લારાએ ઓસ્ટ્રેલિયન દૂતાવાસને સંપર્ક કર્યો પણ તેમને પણ લારાની મદદ ન કરી. જેથી તેને જાતે જ અહીંથી છટકી જવાનું વિચાર્યું. તેને પોલીસને કોલ કર્યો અને પોલીસ તેમના ઘરે પણ આવી. ત્યારે સજ્જાદે લારાની પાસે પોલીસને ખોટું બોલવા માટે ભીખ માંગી પણ ડૉ. કૈસર રફીકે તેને બચાવી લીધી.
ડૉ. કૈસર રફીક AFOHS ક્લબના ચીફ એક્ઝિક્યુટિવ છે, જે આર્મ્ડ ફોર્સ ઓફિસર, ડિપ્લોમેટ્સ અને બિઝનેસ પર્સાનાલિટીનું ક્લોઝ્ડ ગ્રુપ છે. તેને લારા સાથે ફોન પર વાત કરી અને તેમને આ કેસ સાચો લાગતા તેમને લારાની મદદ કરી.

ડૉ. કૈસર રફીકે તેને બચાવીને તેને બે અઠવાડિયા સુધી સુરક્ષિત જગ્યાએ રાખી એ પછી તેને બીજા એક મિત્રના ઘરે મોકલી આપવામાં આવી જેને પણ તે ઓનલાઇન મળી હતી. પછી આખરે પાકિસ્તાન છોડવામાં સફળ થઇ. તેને મિનિસ્ટ્રી સાથે સંપર્ક કર્યો જેને તેને 400 અમેરિકન ડોલરનો દંડ ભરવા કહ્યું અને પાકિસ્તાન છોડીને જવા માટે 10 દિવસનો સમય આપ્યો. એ ફરીથી તકલીફમાં મુકાઈ ગઈ કારણ કે તેની પાસે દંડ ભરવાના કે ટિકિટ ખરીદવાના પૈસા ન હતા. એ પછી તે બ્રિટિશ પાકિસ્તાની ક્રિશ્ચિયન એસોસિએશનનો સંપર્ક કરીને તેમની પાસેથી મદદ માંગી અને તેને ઘરે જવાના પૈસા અને દંડના પૈસાની પણ મદદ કરી અને આખરે તે ઘરે પછી આવી.
એટલે જ કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ અજાણ્યાનો વિશ્વાસ ન કરવો અને ખાસ કરીને જેને તમે ઓનલાઇન મળ્યા હોવ.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.