આ મહિલા 50 ઉંદરને કરે છે પોતાના બાળકોની જેમ પ્રેમ, રોજ નવડાવવાથી લઈને પોતાના હાથે ખવડાવે છે, જુઓ વીડિયો અને તસવીરો

દુનિયાની અંદર ઘણા એવા લોકો છે જેમનો પશુ પ્રેમ જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. ઘણા લોકો પોતાના પાલતુ પ્રાણીઓને પોતાના સંતાનોની જેમ સાચવતા હોય છે, તો ઘણા લોકો એવા હોય છે જે અલગ અલગ પ્રાણીઓને પાળવાનો પણ શોખ રાખતા હોય છે, હાલ એવી જ એક મહિલાની કહાની વાયરલ થઇ રહી છે જે પોતાના ઘરમાં 50 ઉંદર પાળી રહી છે અને બધાને પોતાના બાળકોની જેમ પ્રેમ કરે છે.

આ મહિલાએ પોતાના ઘરમાં 50 ઉંદરો રાખ્યા છે, જેમાંથી 25 નર અને 25 માદા છે. પોતાને પ્રાણી પ્રેમી ગણાવતી આ મહિલા આ ઉંદરોને પોતાના બાળકોની જેમ સંભાળે છે. તેણે ફેસબુક પર તેના રસોડામાં સિંકમાં નહાતા ઉંદરોનો વીડિયો શેર કર્યો હતો, જે થોડી જ સમયમાં વાયરલ થયો હતો.

આ 51 વર્ષની મહિલાએ આ ઉંદરોને પોતાનું ‘બાળક’ ગણાવ્યું છે. આ મહિલા 2018માં પ્રથમ વખત બે ઉંદરો (એલ્વિસ અને ચક) લાવી હતી, ત્યારબાદ તેણીએ તેમની સંખ્યા વધારવાનું ચાલુ રાખ્યું. હવે તેની પાસે 50 ઉંદરો છે. રસપ્રદ વાત એ છે કે તેની પાસે એક બિલાડી પણ છે.

મહિલા કહે છે “તેઓ (ઉંદરો) મારા બાળકો છે, તેઓ કંઈ ખોટું કરી શકતા નથી. તેમાંના દરેકનું પોતાનું વ્યક્તિત્વ છે, તેથી ઘણા ઉંદરો અન્ય કરતા વધુ મને વળગી રહે છે.” મહિલાએ આગળ કહ્યું- ‘તેઓ ખૂબ જ મૈત્રીપૂર્ણ છે અને જ્યારે હું તેમને ખવડાવું છું, ત્યારે તેઓ બધા દોડી આવે છે. જો કે બધા મૈત્રીપૂર્ણ છે પરંતુ કેટલાક સ્વભાવે ખૂબ મૈત્રીપૂર્ણ છે.

એટલું જ નહીં, મહિલા પાસે ચાર પાલતુ કૂતરા, ત્રણ બિલાડી અને બે ડુક્કર પણ છે. અગાઉ તેની પાસે બે ઘેટાં, બે બકરીઓ, 25 મરઘીઓ અને લગભગ 15 બતક અને હંસ હતા. તેણી કહે છે કે તેણીને પ્રાણીઓ અને પક્ષીઓનો ખૂબ શોખ છે અને તે તેના પાલતુ પ્રાણીઓની ખૂબ કાળજી લે છે. મહિલાએ અલગ-અલગ પ્રાણીઓ માટે અલગ-અલગ જગ્યા બનાવી છે. જ્યાં તે તેમના ખાવા-પીવાની વ્યવસ્થા કરે છે. જો કે તેને ઉંદરો પ્રત્યે ખાસ લગાવ છે.

‘ડેઇલી મેઇલ’ના અહેવાલ અનુસાર, આ 51 વર્ષની મહિલાનું નામ મિશેલ રેબોન છે. રેબોન અમેરિકાના કેલિફોર્નિયામાં રહે છે. તે યુએસ આર્મીમાંથી નિવૃત્ત છે. થોડા મહિનાઓ પહેલાં, તેણે ફેસબુક પર તેના રસોડાના સિંકમાં ઉંદરો નહાવાનો વીડિયો પોસ્ટ કર્યો હતો. સોશિયલ મીડિયા પર સામે આવેલી ઘણી તસવીરોમાં તે ઉંદરો સાથે રમતી જોવા મળે છે. તેનો ઉંદરો પ્રત્યેનો પ્રેમ ચિત્રોમાં પ્રતિબિંબિત થાય છે.

મિશેલ રેબોન કહે છે કે ઘણા લોકોને મારું કામ ગમતું નથી પણ હું તેમને સમજાવું છું અને પ્રાણીપ્રેમ વિશે જાગૃત કરું છું. ઘણા લોકો સમજે છે, જ્યારે ઘણા મારી સાથે સહમત નથી. હાલમાં, રેબોન તેના પાલતુ પ્રાણીઓ સાથે સુખી જીવન જીવી રહી છે.

Niraj Patel