પતિની હેવાનિયત અને ગંદી કરતૂતથી કંટાળીને મહિલા ઓફિસરે કરી લીધો હતો આપઘાત, છેલ્લે ભાઈને ફોન કરી ખોલ્યા હતા આ રાઝ

આટલી મોટી પોસ્ટ પર હતો પતિ, તો પણ એવી એવી હેવાનિયત કરતો હતો કે માસુમ પત્નીએ આત્મહત્યા કરી લીધી, છેલ્લે ખુલ્યું રાઝ

સારા ભણેલા ગણેલા લોકો અને મોટી સરકારી નોકરી કરનારા ઓફિસર દહેજની લાલચમાં આવે તેવું ભાગ્યે જ જોવા મળે છે. આવું તો લગભગ કોઇ વિચારી નથી શકતુ કે કોઇ સરકારી ઓફિસરો દહેજ માટે કોઇ મહિલાને પ્રતાડિત કરે. હરિયાણાના અંબાલાથી એક એવી માર્મિક કહાની સામે આવી છે. જયાં એક મહિલા લેફ્ટનેંટ તેમના સ્ક્વોડ્રોન લીડરના ઝુલ્મોથી કંટાળી એવી રીતે તૂટી ગઇ કે તેણે મરવાનું ઉચિત સમજ્યુ. પતિ આગળ લાચાર પત્નીએ ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી.

આ દુખદ ઘટના અંબાલા કૈંટની છે. જયાં ભારતીય સેનાની મેડિકોલ કોરમાં હાજર કેપ્ટન સાક્ષીએ પતિથી પરેશાન થઇને દુનિયાને અલવિદા કહી દીધુ. તે છાવનીના રેસકોર્સ આવાસમાં સંદિગ્ધ પરિસ્થિતિઓમાં પંખાથી લટકેલી હાલતમાં મળી આવી હતી. ઉતાવળમાં તેમને પરિજન સેના હોસ્પિટલ લઇને પહોંચ્યા પરંતુ ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કરી દીધી.

મહિલાના પરિજનોએ સાસરાવાળા પર દહેજ માંગવાનો આરોપ લગાવ્યો છે, ત્યાં જ પોલિસે પણ મામલો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. તમને જણાવી દઇએ કે, સાક્ષી મૂળરૂપે દિલ્લીની રહેવાસી છે અને તેના લગ્ન નવનીત સાથે થયા હતા. પતિ ભારતીય વાયુસેનામાં સ્ક્વોડ્રોન લીડર છે અને અંબાલા કૈંટમાં છે. બંને અંબાલા છાવનીમાં રેસકોર્સ સ્થિત મકાનમાં રહેતા હતા.

સાક્ષીના પિતાએ જણાવ્યુ કે, તેમની દીકરી તેના પતિની હરકતોથી દુખી હતી, તેનો પતિ અવાર નવાર તેને દહેજ માટે માનસિક અને શારિરીક રૂપથી પ્રતાડિત કરતો હતો.  કેટલીકવાર તો તે સાક્ષી સાથે ખરાબ રીતે મારપીટ પણ કરતો હતો. છેલ્લા વર્ષે 2020માં જયારે નવનીતે દીકરી સાથે મારપીટ કરી હતી, ત્યારે મામલો સુલજી ગયો હતો પરંતુ ખબર નહતી કે આ મારપીટ આટલી હદ સુધી જતી રહેશે. તેમણે કહ્યુ કે, તેમને ખબર ન હતી કે તે આટલો મોટો હેવાન નીકળશે, જયારે તે તો સ્ક્વોડ્રોન લીડર પદ પર તૈનાત છે.

ત્યાં જ સાક્ષીના ભાઇએ જણાવ્યુ કે, ઘટનાની કેટલીક વાર પહેલા તેની બહેનનો  ફોન આવ્યો હતો. તેણે કહ્યુ હતુ કે, નવનીતે તેની સાથે મારપીટ કરી, અમે તેને સમજાવી કે સવારે આવે છે પરંતુ તે બાદ ફોન આવ્યો તો ખબર પડી  કે તેની તો મોત થઇ ચૂકી છે. મોતની જાણ થતા જ પિતા અને ભાઇ પહોંચ્યા હતા. ઘટનાની તપાસ બાદ પોલિસે નવનીતની ધરપકડ કરી હતી. તેને કોર્ટમાં પણ પેશ કરવામાં આવ્યો હતો. સાક્ષીના પરિવારજનોએ જણાવ્યુ હતુ કે તેમની દીકરીની મોત માટે નવનીત જ જવાબદાર છે.

Shah Jina