મહિલાએ ખતરનાક કિંગ કોબ્રાને કરી લીધી કિસ, જેના બાદ થયું એવું કે વીડિયો થઇ ગયો વાયરલ

મહિલાએ ઝેરીલા સાપ કિંગ કોબ્રાને કરી લીધી કિસ, વીડિયો જોઈને રાતની ઊંઘ પણ ઉડી જશે

આજના સમયમાં સોશિયલ મીડિયા પર ઘણા વિડીયો જોવા મળી જાય છે. જેમાના અમુક ફની, અમુક પ્રેરણાત્મક તો અમુક એટલા હેરાન કરી દેનારા હોય છે કે તેના પર વિશ્વાસ જ કરવો અશક્ય બની જાય છે. મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચેનો પ્રેમ આજના સમયમાં ખુબ જોવા મળે છે, તેને લગતા અમુક વિડીયો પણ સોશિયલ મીડિયા પર સામે આવી ચુક્યા છે, પણ જો તમને એવું કહીએ કે એક મહિલાએ ઝેરીલા કિંગ કોબ્રાને કિસ કરી તો તમને ચોક્કસ નવાઈ લાગશે ! સાપની અઢળક પ્રજાતિ દુનિયાભરમાં ઉપલબ્ધ છે, જો કે એમાંના અમુક જ સાપ ઝેરીલા છે બાકીના બિનઝેરી છે, તેમાનો જ સૌથી ખતરનાક ઝેરીલો સાપ કિંગ કોબ્રા માનવામાં આવે છે.

હાલમાં એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સ્ટેજ પર એક મહિલાની સામે કિંગ કોબ્રા બેઠો છે, અને મહિલા બેધડક તેની નજીક જઈને તેના માથા પર કિસ કરી લે છે અને સાપ પણ તેને કોઈ નુકસાન નથી પહોંચાડતો. આ મહિલાના હાથમાં એક કાળું કપડું પણ દેખાઈ રહ્યું છે, જેના દ્વારા તે સાંપનું ધ્યાન કપડાં પર ખેંચવાની કોશિશ કરી રહી છે. વીડિયો જોઈને લાગી રહ્યું છે આ કારનામુ કોઈ સ્ટેજ શોના સમયનું છે. મહિલાનું આવું પરફોર્મેન્સ જોઈને તેની આસપાસના લોકો પણ તાળી વાગડાવા લાગે છે.

આ ખતરનાક વીડિયો world_of_snakes_ નામના ઇન્સ્ટા પેજ પર શેર કરવામાં આવ્યો છે.વીડિયોને અત્યાર સુધીમાં 30 હજારથી વધુ લાઇક્સ મળી ચુકી છે.વિડીયો જોઈને લોકો હેરાની વ્યક્ત કરી રહ્યા છે અને પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. કોઈ વીડિયોને એડિટિંગ કહી રહ્યું છે તો કોઈ વીડિયોમાં મહિલાના આવા નીડર કામની પ્રશંસા કરી રહ્યા છે.

Krishna Patel