અમદાવાદ : 36 વર્ષની મહિલાએ 13 વર્ષ નાના પ્રેમીને પામવા પતિને એવું મોત આપ્યું કે આખો મામલો જાણી રુંવાડા ઉભા થઇ જશે

અમદાવાદમાં 36 વર્ષિય પત્નીએ 23 વર્ષના યુવકના પ્રેમમાં અંધ થઈ પતિને કોફીમાં ઊંઘની દવા નાખી પતાવી દીધો..આખો મામલો જાણી રુંવાડા ઉભા થઇ જશે

ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના ચોંકાવનારા મામલા સામે આવતા હોય છે, ત્યારે હાલમાં જ સમાચાર આવ્યા કે અમદાવાદમાં દોઢ વર્ષ પહેલા સાબરમતી રિવરફ્રન્ટ પર એક યુવકની લાશ મળી આવી હતી તે મામલે ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે. આ મામલો આપઘાત સાથે જોડાયેલો નથી પણ હત્યા હોવાનું ખુલ્યુ છે. જો કે, આ કેસમાં ચોંકાવનારી બાબત તો એ છે કે હત્યાને અંજામ આપનાર મૃતકની પત્ની અને તેનો પ્રેમી છે.

પ્રેમમાં અંધ પત્નીએ પ્રેમી સાથે મળી કરી પતિની હત્યા

પત્નીએ પતિની હત્યાનો પ્લાન બનાવ્યો અને 13 વર્ષ નાના પ્રેમી સાથે મળી એ પ્લાનને અંજામ આપ્યો. પતિની હત્યા કરતા પહેલાં આરોપી મહિલાએ સગા સંબંધીઓને ઘરે જમણવાર ગોઠવી બોલાવ્યા અને આ દરમિયાન પાડોશમાં રહેતા પોતાના પ્રેમીને પણ આમંત્રણ આપ્યું. જોકે, આ દરમિયાન પત્નીએ તેના પ્રેમી પાસે ઘેનની ગોળીઓ મંગાવી હતી. જમણવાર બાદ જ્યારે સગા સંબંધીઓ જતા રહ્યા હતા, ત્યારે આરોપી મહિલા, પતિ અને તેનો પ્રેમી ત્રણેય બેઠા હતા અને આ સમયે પત્નીએ કોફી બનાવી તેમાં ઘેનની ગોળીઓ નાખી પતિને આપી.

13 વર્ષ નાના પ્રેમી પાસે મંગાળી ઘેનની ગોળીઓ

પતિના બેભાન થઈ ગયા બાદ દોરડાથી તેનું ગળું દબાવી હત્યા કરી નાખી. આ પછી બંને આરોપીઓ એટલે કે પત્ની અને તેનો પ્રેમી બાઈક પર લાશને લઇ જઇ રિવરફ્રન્ટ ઈસ્ટ નજીક અવાવરૂ જગ્યાએ ફેંકી દીધી. જો કે, આખરે દોઢ વર્ષ બાદ પોલીસને આ કેસ ઉકેલવામાં સફળતા મળી.આરોપીની ઓળખ 36 વર્ષિય સોફિયા અને 23 વર્ષિય અહમદ તરીકે થઇ છે, જ્યારે મૃતકની ઓળખ મહેરબાન ખાન તરીકે થઇ છે.

બેભાન થયા બાદ દોરડાથી ગળું દબાવી પતિની હત્યા કરી

આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે, દોઢ વર્ષ પહેલા મહેરબાન ખાનને સોફિયા અને અહેમદના પ્રેમ સંબંધની જાણ થઈ ગઇ હતી અને તેને કારણે પતિ-પત્ની વચ્ચે ઘણીવાર તકરાર થતી હતી.આ માટે સોફિયાએ પ્રેમી સાથે મળી પતિની હત્યાનું કાવતરું રચ્યું અને મેડિકલ સ્ટોરમાંથી ઉંઘની દવા ખરીદી અને પતિને કોફીમાં પીવડાવી દીધી. આ પછી દોરડાથી ગળું દબાવી પતિની હત્યા કરી નાખી.હત્યા બાદ મૃતદેહને બાઈક પર લઈ જઈ રિવરફ્રન્ટ ઈસ્ટ પર ફેંકી દીધો હતો. જો કે, હત્યા બાદ સાફિયાએ પોતે પતિના ગુમ થયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી.

પાડોશમાં રહેતા યુવક સાથે થયો પ્રેમ

સોફિયા અને મહેરબાન ખાનના લગ્ન 7 વર્ષ પહેલા થયા હતા, અને બંનેને કોઈ સંતાન નહોતું.મૂળ ઉત્તર પ્રદેશનું આ દંપતી દાણીલીમડામાં રહેતું હતું. પરંતુ લગભગ પોણા બે વર્ષ પહેલા સોફિયાની પાડોશમાં રહેતા અહેમદ સાથે મિત્રતા થઈ અને બાદમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ શરૂ થયો. જો કે પતિને પ્રેમ સંબંધની જાણ થતા બંનેએ તેને રસ્તામાંથી હટાવી દીધો. આખરે દોઢ વર્ષ બાદ ક્રાઇમ બ્રાંચે હત્યાનો ભેદ ઉકેલી લીધો છે અને વધુ તપાસ માટે આરોપીઓને રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસને સોંપ્યા છે.

Shah Jina