જયારે કોઈપણ વ્યક્તિના મનમાં બદલાની ભાવના આવે છે ત્યારે એ વ્યક્તિ કોઈપણ હદ સુધી પહોંચી જાય છે. એ ભલે દુશ્મન હોય કે કોઈ ખાસ મિત્ર. બદલો લેવા માટે તે સામેના વ્યક્તિનો જીવ પણ લઇ શકે છે. આવું જ કંઈક જોવા મળ્યું બ્રાઝિલમાં. અહીંયા એક મહિલાએ પોતાનું બાળક ખોઈ નાખ્યું તો પોતાની જ બેસ્ટફ્રેડનું બાળક ચોરાવવાનો પ્રયત્ન કર્યો. અને તે પણ એનો જીવ લઈને.

આ મહિલાએ પહેલા પોતાની મહિલા મિત્રનું પેટ ફાડ્યું અને પછી તેમાંથી બાળકને બહાર કાઢી લીધું. પોલીસે ક્રાઇમની આ ઘટનાને ઉકેલી લીધી છે. આ ઘટનાને વાંચીને કોઈનું પણ કાળજું કંપી જાય.

આ ઘટના છે બ્રાઝીલની. અહીંયા રહેવાવાળી 28 વર્ષની રોજલબા ગ્રિમે પોલીસની સાથે કબૂલી લીધું છે કે કેમે તેને પોતાની ખાસ મિત્રનો જીવ લઇ અને પછી તેના પેટમાંથી બાળકને ચોરી લીધું હતું.

રોજલબાનની મિત્રતા થોડા સમય પહેલા 24 વર્ષની ફલાવીઆ ગોંડીહો સાથે થઇ હતી. બંને પ્રેગ્નેટ હતા. પરંતુ જાન્યુઆરીમાં રોજલબાએ પોતાનું બાળક ખોઈ નાખ્યું હતું. ત્યારબાદ તે ખુબ જ દુઃખી પણ થઇ હતી.

આવા મુશ્કેલીના સમયમાં ફલાવીઆએ તેની મિત્રની મદદ કરી. પરંતુ તેને એ વાતની જાણ નહોતી કે તેની મિત્ર જ તેના વિરુદ્ધ કોઈ કાવતરું કરી રહી છે. રોજલબાએ ફલાવીઆ માટે એક બેબી શાવર રાખ્યું. જયારે ફલાવીઆ ત્યાં પહોંચી ત્યારે કોઈ ત્યાં નહોતું. એ સમયે જ ફલાવીઆનો જીવ રોજલબાએ લઇ લીધો. તેને ફલાવીઆને મારી નાખી. ત્યારબાદ તેને તરત ફલાવીઆનું પેટ ચાકુ મારીને ફાડી નાખ્યું અને તેમાંથી બાળકને બહાર કાઢી લીધું.

બાળક અચાનક જ બહાર આવવાના કારણે તેની તબિયત બગાડવા લાગી. ત્યારબાદ તે બાળકને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યું. તેને રોજલબા લઈને પહોંચી અને તેને બાળકને પોતાનું જણાવ્યું. પરંતુ ડોક્ટરને તેના ઉપર શંકા થઇ.

જયારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે તેમને રોજલબાની ધરપકડ કરી લીધી. પોલીસ કસ્ટડીમાં રોજલબાએ કબુલ્યું કે તેને પોતાના મિત્રનો જીવ લીધો છે. ત્યારબાદ રોજલબાને જેલમાં મોકલી દેવામાં આવી.

પોલીસને આપેલા નિવેદનમાં રોજલબાએ જણાવ્યું કે તેને પોતાના બાળકને ખોવાની વાત પોતાના પરિવાર સાથે છુપાવી હતી. ત્યારે જ તેને નક્કી કરી લીધું હતું કે તે પોતાના મિત્રનું બાળક ચોરી અને પોતાનું બનાવી લેશે. પરંતુ તેની ચાલ સફળ ના થઇ શકી.

આ બંને મિત્રો પહેલીવાર જ પ્રેગ્નેટ બની હતી. પરંતુ ફલાવીઆને એ વાતનો સહેજ પણ અણસાર નહોતો કે તેની મિત્ર જ તેની હત્યા કરી અને બાળક ચોરાવવા માંગતી હશે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.