હોસ્પિટલમાં 17 દિવસ રહ્યા બાદ વ્યક્તિની મોત…ડોક્ટરોને કંઇક એવું મળ્યુ કે પત્નીની થઇ ધરપકડ
મુંબઇના સાંતાક્રૂઝ વિસ્તારથી શર્મશાર કરી દેનારી ઘટના સામે આવી છે. અહીંની રહેનારી એક 46 વર્ષિય મહિલા કાજલ સિંહે તેના પ્રેમી 45 વર્ષિય હિતેશ જૈન સાથે મળી પતિની હત્યા કરી દીધી. પોલિસ અનુસાર, મહિલાએ પ્રોપર્ટીની લાલચમાં પતિને ઝહેર આપી મારી નાખ્યો. એટલું જ નહિ, તપાસમાં એ પણ ખબર પડી છે કે મહિલાએ પતિની વીમા પોલિસીની જાણકારી એકઠી કરી હતી. તપાસમાં એ સામે આવ્યુ છે કે, મહિલા તેના પ્રેમીના કહેવા પર પતિને ધીમુ ઝહેર આપતી હતી. તે પતિના ખાવામાં ઝહેર ભેળવતી હતી. જેનાથી ધીરે ધીરે તેની મોત થઇ જાય છે અને કોઇને ખબર ના પડે.
અધિકારીઓએ જણાવ્યુ કે, 24 ઓગસ્ટના રોજ મહિલાના પતિ કમલકાંત શાહે પેટમાં દર્દની શિકાયત કરી. ફેમીલી ડોક્ટરની સલાહ પર તેણે દવાઓ ખાધી પણ આરામ ન મળવા પર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હોસ્પિટલમાં રહેવા દરમિયાન કમલકાંતના અંગોએ ધીરે ધીરે કામ કરવાનું બંધ કરી દીધુ, જેના કારણે ડોકેટરને શક થયો. તે બાદ ડોક્ટરોએ લોહીના સેમ્પલને તપાસ માટે મોકલ્યા, જેમાં ભારે માત્રામાં આર્સેનિક અને થેલિયમ મળ્યુ. પોલિસ અધિકારીએ જણાવ્યુ કે, 19 સપ્ટેમ્બરના રોજ કમલકાંતની મોત થઇ ગઇ.
કમલકાંતની મોત પહેલા 13 ઓગસ્ટના રોજ તેની માતાની પણ મોત થઇ હતી. તપાસમાં સામે આવ્યુ કે, તેની માતાની મોત પણ આ જ કારણે થઇ હતી. પૂછપરછ દરમિયાન બંનેએ હત્યાની વાત કબૂલી, જે બાદ મજિસ્ટ્રેટ અદાલતે બંનેને આઠ ડિસેમ્બર સુધી કસ્ટડીમાં મોકલી દીધા છે. કમલકાંત 17 દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા હતા, જે બાદ તેમની મોત થઇ હતી. પોલિસે કેસ દાખલ કરી સાંતાક્રુઝ પોલિસ સ્ટેશનને આગળની તપાસ માટે કેસ હેન્ડ ઓવરકર્યો.

આખરે આ કેસની તપાસ સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનને બદલે ક્રાઈમ બ્રાન્ચ યુનિટ 9ને સોંપવામાં આવી. ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી અને તમામ મેડિકલ રિપોર્ટના આધારે કમલકાંતની પત્ની કવિતા ઉર્ફે કાજલ અને પરિવારના અન્ય સભ્યોના નિવેદન લીધા. તેમજ કમલકાંતના આહારને લગતી માહિતી પણ એકત્ર કરવામાં આવી. પોલીસને ખબર પડી કે પત્ની કવિતાએ તેના પ્રેમી હિતેશ સાથે મળીને પતિને મારવાનું કાવતરું ઘડ્યું હતું.આરોપી કાજલના મૃતક પતિ કલમકાંત વચ્ચે સંબંધો સારા નહોતા

અને વર્ષ 2021માં મૃતકે કાજલને તેના બાળપણના મિત્ર હિતેશ સાથેના ફોન વિશે પૂછપરછ પણ કરી હતી. જો કે, કાજલ તેના પતિ સાથે ઝઘડો કરી તેના -પિતા સાથે રહેવા જતી રહી હતી. 15 જૂનના રોજ તે એક શરત સાથે પરત ફરી કે તે કમલકાંત સાથે એક રૂમમાં નહીં રહે. તેણે કહ્યું હતું કે, તે માત્ર બાળકો માટે પરત આવી છે. કાજલ અને કમલકાંત બંનેના બે પુખ્ત વયના બાળકો છે. કમલકાંત જ્યારે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં હતા ત્યારે કાજલે તેની સાથે દલીલ કરી હતી અને તાત્કાલિક 2 લાખ રૂપિયા આપવાનું કહ્યું ત્યારે પરિવારને શંકા ગઈ હતી.