આ છે દેશની મહિલા સિરિયલ કિલર, જેને રૂપિયાની લાલચમાં આવીને માસુમ સ્ત્રીઓની એક પછી એક હત્યા કરી નાખી, કહાની જાણીને જ ફફડી ઉઠશો

ભારતની પહેલી મહિલા સિરિયલ કિલર જે આજે પણ લોકો માટે રહસ્ય છે , જાણો અંદરની વાત

આજે મોંઘવારીનો સમય છે અને દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે ખુબ જ ધનવાન બને. ઘણા લોકો પૈસા કમાવવા માટે દિવસ રાત મહેનત કરતા હોય છે, તો ઘણા લોકો એવા પણ હોય છે જે ખરાબ રસ્તે જઈ, ખોટા કામો કરી અને રાતો રાત પૈસાવાળા થવાનો પણ વિચાર કરતા હોય છે. પરંતુ ખોટા રસ્તે જવું મુસીબતનું પણ કારણ બને છે અને એક સમય એવો પણ આવે છે કે તેમને પછતાવું પણ પડે છે.

આજે અમે તમને એક એવી જ કહાની સંભળાવવાના છીએ જે મહિલા સિરિયલ કિલરની છે. જેને સાબિત કરી આપ્યું કે અપરાધની દુનિયામાં જેન્ડર જોવામાં નથી આવતું. પૈસાવાળા થવાની લાલચમાં તે એક પછી એક એવા ગુન્હા કરતી ગઈ અને આખરે દેશની ભારતની સિરિયલ કિલર પણ બની ગઈ.

આ કહાની છે સાઇનાઇડ મલ્લિકાની. જે  એક સામાન્ય મહિલાથી અપરાધની દુનિયામાં ચાલી જાય છે. નાની ઉંમરે દરજી સાથે લગ્ન કર્યા પછી, મલ્લિકા સાદું જીવન જીવવા માંગતી હતી, પરંતુ તેણે પોતાના માટે વૈભવી જીવનનું સપનું જોયું. આ સપનાઓને પૂરા કરવાના પ્રયાસમાં તેણે એક એવો રસ્તો પસંદ કર્યો જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી.

આ મહિલા બાળપણમાં દરજીનું કામ કરતી હતી. લગ્ન બાદ તે ઘરનો ખર્ચો ચલાવવા માટે ઘરોમાં કામ કરવા લાગી. પરંતુ, તે જે ઘરોમાં કામ કરતી હતી તેની જીવનશૈલીથી તે પ્રભાવિત થાય છે. અને તેમના જેવા બનવાનો પ્રયત્ન કરે છે અને તે જ ઘરોમાં ચોરી કરે છે અને તેના શોખ પૂરા કરે છે.

એક દિવસ તે ચોરી કરતા પકડાઈ જાય છે અને તેને જેલ થઈ જાય છે. જેલમાંથી આવ્યા બાદ તેનો દરજી પતિ તેને ઘરમાંથી કાઢી મૂકે છે. પરંતુ, તે સ્ત્રી તેનું ભાગ્ય બીજી રીતે લખવાનું નક્કી કરે છે. તે એક ચિટ ફંડ કંપની બનાવે છે. ત્યાં પણ તે ખોટમાં જીવે છે, પરંતુ અમીર બનવાનું સપનું છોડતી નથી.

અહિયાંથી જ તે ગુન્હાની દુનિયામાં આવી જાય છે અને દેશની પ્રથમ મહિલા સિરિયલ કિલર બની જાય છે. તે મહિલાઓને ભયાનક રીતે સાઇનાઇડ ખવડાવીને મારી નાખે છે. કોઈને તે  પ્રસાદમાં ઝેર આપે છે તપ કોઈને ખાવામાં. આ મહિલાનું નામ કેડી કેમ્પમ્મા છે. જેને લોકો સાયનાઈડ મલ્લિકા કહે છે.

સાઇનાઇડ મલ્લિકા ઉર્ફે કેડી કેમ્પમ્મા કર્ણાટકના કાગગલીપુરાની રહેવાસી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે મલ્લિકા મંદિરોની આસપાસ માનસિક રીતે અસ્વસ્થ મહિલાઓને શોધતી હતી. અને આ મહિલાઓ અમીર હોવાની સંપૂર્ણ માહિતી એકઠી કરતી હતી જેના બાદ તે પોતે ભગવાનની ભક્ત અને ધાર્મિક મહિલા બનીને મહિલાઓની નજીક આવતી હતી.

આ દરમિયાન તે મહિલાઓને એમ કહીને ફસાવતી હતી કે તે પૂજા દ્વારા તેમની દરેક સમસ્યાનું સમાધાન કરશે. અને પછી તે મહિલાઓને પોતાની શિકાર બનાવતી હતો. તેનો પ્રથમ શિકાર 1999માં બેંગ્લોરની બાહરી વિસ્તાર  આવેલી 30 વર્ષની મમતા રાજન નામની મહિલા બની હતી.

તેને પૂજાના નામે ખાવા-પીવામાં સાઈનાઈડ મિક્સ કરીને મમતાને આપ્યું. આનાથી તેણીની હત્યા થઈ અને તેનો કિંમતી સામાન લઈને ભાગી ગઈ. અહીંથી અપરાધની દુનિયામાં આગળ વધનાર તે ફરી અટકી નહીં.

આ દરમિયાન વર્ષ 2006માં તે એક મહિલાના ઘરે જઈને કંઈક આવું જ કરતી હતી. તે યોજના મુજબ, મહિલાઓને પૂજામાં ફસાવીને અને તેને ઘરેણાંથી શણગારવાનું કહીને તેને લૂંટવાની પ્રક્રિયામાં કરતી હતી. પરંતુ, મહિલા નસીબદાર હતી અને તે બચી ગઈ. આ કેસમાં કેડીને 6 મહિનાની જેલ થઈ હતી. જેલમાંથી બહાર આવ્યા બાદ તેણે પોતાનું કામ વધુ ઝડપથી કરવાનું શરૂ કર્યું. તે બાળકો પેદા કરવા, અસ્થમાનો ઇલાજ કરવા અથવા લગ્નજીવનમાં બધું ઠીક કરવા માટે સ્ત્રીઓનો ફસાવતી હતી અને આગામી 7 વર્ષમાં તેણે 7 હત્યા અને લૂંટને અંજામ આપ્યો હતો.

આ દરમિયાન જ્યારે પોલીસે તમામ મહિલાઓની હત્યાનો કેસ સ્ટડી કરી તો મલ્લિકા સાથે એક પછી એક તાર જોડાતા ગયા. સાઇનાઇડ અને મલ્લિકાનું પરિબળ બધામાં સામાન્ય જોવા મળ્યું. આ પછી પોલીસે તેને શોધવાનું શરૂ કર્યું. 2008માં 45 વર્ષની થઈ ગયેલી મલ્લિકાનો છેલ્લો શિકાર 30 વર્ષનો નાગવેણી હતી. તેની હત્યા કર્યા બાદ જ્યારે તે દાગીના અને પૈસા લઈને ભાગી રહી હતી ત્યારે પોલીસે તેની બસ સ્ટેન્ડ પાસેથી ધરપકડ કરી હતી. તે સમયે તેની પાસે પણ લૂંટ નો સમાન પણ મળી આવ્યો હતો.

સાઇનાઇડ મલ્લિકાએ ગુનાની દુનિયામાં સાબિત કરી દીધું કે અહીં સ્ત્રી પુરુષ જેવું કઈ નથી હોતું. એક સ્ત્રી પણ સિરિયલ કિલર બની શકે છે. તે ન તો માનસિક રીતે બીમાર હતી કે ન તો મજબૂર. તેને માત્ર અને માત્ર પૈસા કમાવવાની લાલચ હતી અને તેના કારણે તે ગુનાની દુનિયામાં અટ્ટ આગળ વધતી રહી હતી.

Niraj Patel