માત્ર 24 વર્ષની ઉંમરમાં આ મહિલા બની ગઈ 21 બાળકોની માતા, આ રીતે સાચવે છે બાળકોને, એક વર્ષનો ખર્ચ સાંભળીને જ મોતિયા મરી જશે

દરેક સ્ત્રીનું સપનું હોય છે માતા બનવાનું, કારણ કે મા બનવાની ખુશી જ નિરાળી હોય છે.  પરંતુ કોઈ મહિલા માટે એકથી વધારે બાળકો સાચવવું મુશ્કેલ પણ બની જતું હોય છે. પરંતુ આજે અમે તમને એક એવી માતા વિશે જણાવીશું જે એક બે નહિ પરંતુ 21 બાળકોની માતા છે અને બધા જ બાળકોને ખુબ જ સારી રીતે સાચવી પણ રહી છે.

આ કહાની છે જોર્જિયાના રહેવા વાળા એક કરોડપતિ વ્યક્તિની પત્ની 24 વર્ષીય ક્રિસ્ટિના ઓજટર્કની જેને ગયા વર્ષે માર્ચ અને આ વર્ષે જુલાઈની બચ્ચે સેરોગેટ્સ દ્વારા માતા પિતા બનવા ઉપર 142,000 પાઉન્ડ એટલે કે 1,46,78, 156 રૂપિયા ખર્ચી નાખ્યા હતા.

મૂળ રૂપે રૂસની રહેવા વાળી ક્રિસ્ટિનાએ પોતાના 24 બાળકોને સાચવવા માટે 16 નૈની કામ ઉપર રાખી છે. આ 16 નૈની પાછળ દર વર્ષે 96,000 ડોલર એટલે કે 72,08,265 રૂપિયા ખર્ચ કરે છે. આ બધી જ નૈની ઝડપથી મોટા થઇ રહેલા બાળકોની દેખરેખ રાખવા માટે 24 કલાક કામ કરે છે.

પોતાની પહેલી પત્નીના બે બાળકોને મળાવીને આ પરિવારમાં એક જ છત નીચે કુલ 23 બાળકો રહે છે. ક્રિસ્ટિના જોર આપીને કહે છે કે તે એક વ્યવહારિક માતા છે. તેને કહયું, “હું દરેક સમયે બાળકો સાથે રહું છું. એ બધું જ કરું છું, જે એક મા સામાન્ય રીતે કરતી હોય છે.”

તેને એમ પણ જણાવ્યું કે, “અંતર ફક્ત બાળકોની સંખ્યાનું છે. દરેક દિવસ અલગ હોય છે. સ્ટાફ શિડ્યુલની યોજના બનાવવાથી લઈને મારા પરિવાર માટે ખરીદી કરવા સુધીના બધા જ કામ હું જાતે કરું છું.”

ક્રિસ્ટિનાએ જણાવ્યું કે, “હું તમને એક વાત જણાવી શકું છું. મારા દિવસો ક્યારેય કંટાળાજનક નથી હોતા.” ક્રિસ્ટિના ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાના દૈનિક જીવન વિશેની જાણકરી આપતી રહે છે. તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર 160,000 લોકો ફોલો કરે છે.

તે પોતાના વીડિયોમાં મોટાભાગે બાળકો માટે જમવાનું બનાવવા અને તેમની સાથે રમતા નજર આવે છે. સામાન્ય દિવસોમાં બાળકો તેમના માતા-પિતાથી અલગ ખાય છે, કારણ કે આ બાળકોના પિતા ગેલિપ કામના કારણે મોડો ઘરે આવે છે.

Niraj Patel