ટિકટોક વાળી એ 2 લોકોને ઉતાર્યા મોતને ઘાટ, કહ્યુ- મમ્મીનો ગંદો વીડિયો જોતા જ પગ નીચેથી જમીન ખસી ગઈ

મમ્મીનો બીભત્સ ગંદી કલીપ જોતા જ 23 વર્ષની ટિક્ટોક વાળી સેલિબ્રિટીનો મગજ છટક્યો, ન કરવાનું કરી નાખ્યું

એક મહિલા સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર પર બે પુરુષોની હત્યા કરવાનો આરોપ છે. જેમાંથી એક વ્યક્તિનું તેની માતા સાથે અફેર હતું. આ વ્યક્તિ પાસે તેની માતાની સેખ્સ ટેપ પણ હતી. સેખ્સ ટેપના કારણે તે ઇન્ફલુએન્સરની માતાને બ્લેકમેલ કરતો હતો. 23 વર્ષીય સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર મહેક બુખારી પર 21 વર્ષના બે છોકરાઓની હત્યા કરવાનો આરોપ છે.

તેમાંથી એકનું નામ સાકિબ હુસૈન અને બીજાનું નામ મોહમ્મદ હાશિમ ઈજાઝુદ્દીન છે. મળતી માહિતી મુજબ, સાકિબ અને મહેકની માતાનું અફેર હતું. જો કે, બાદમાં તેણે ઇન્ફલુએન્સરની માતાને કથિત સેખ્સ ટેપ પર બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. આરોપ છે કે આ કારણે ઇન્ફલુએન્સરે તેની હત્યાનું કાવતરું ઘડ્યું. મળતી માહિતી મુજબ આ ઘટના બ્રિટનની છે. 11 ફેબ્રુઆરીના રોજ માર્ગ અકસ્માત બાદ સાકિબની કાર ઝાડ સાથે અથડાઈ હતી.

 તે દરમિયાન તેનો મિત્ર મોહમ્મદ હાશિમ ઇજાઝુદ્દીન પણ કારમાં હાજર હતો, ત્યારબાદ બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. લેસ્ટર ક્રાઉન કોર્ટમાં આ મામલાની સુનાવણી દરમિયાન કહેવામાં આવ્યું હતું કે મોત પહેલા સાકિબે ઈમરજન્સી નંબર પર ફોન કર્યો હતો. કોર્ટમાં એક કોલ રેકોર્ડિંગ ચલાવવામાં આવ્યું હતું જેમાં સાકિબ પોતાને બચાવવા માટે વારંવાર મદદ માંગતો સંભળાઇ રહ્યો છે. તેના મૃત્યુ પહેલા તેણે પોલીસને ફોન પર જણાવ્યું હતું

 કે બે વાહનો તેની પાછળથી તેજ ગતિએ અથડાયા હતા. રેકોર્ડિંગમાં મૃતક સ્પષ્ટપણે એમ કહેતો સાંભળી શકાય છે કે ‘તેઓ મને મારવાનો પ્રયાસ કરી રહ્યા છે’. હું તમને લોકોને વિનંતી કરું છું. હું મરવા જઈ રહ્યો છુ મને બચાવો.’ આટલું કહેતાં જ તેની ચીસોના અવાજ સાથે ફોન ડિસ્કનેક્ટ થઈ જાય છે. તપાસ દરમિયાન સામે આવ્યું કે તેની પાસે મહેકની માતાની વાંધાજનક ટેપ હતી, જેનાથી તે તેને સતત બ્લેકમેલ કરી રહ્યો હતો. હુસૈને માંગણી કરી હતી કે જો વીડિયો 

અને ફોટો શેર કરવાનું ટાળવું હોય તો 2-3 હજાર યુરો ચૂકવવા પડશે. મહેકને ડર હતો કે જો આ ટેપ લીક થઈ જશે તો તેની અસર તેના ફોલોઅર્સ પર પડી શકે છે. આ ડરના કારણે તેણે સાકિબને મોતને ઘાટ ઉતારી દીધો.આ ઘટના અંગે મહેકની માતા મહેક અને તેની 22 વર્ષની મિત્ર નતાશા અખ્તર વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત હત્યાના ષડયંત્રમાં સંડોવાયેલા વધુ 5 લોકો સામે પણ કેસ ચાલી રહ્યો છે. જો કે તમામ આરોપીઓએ તેમના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા છે.

Shah Jina