ગુજરાતમાંથી અવાર નવાર મહિલાઓ અને યુવતિઓ સાથે છેડતી અને દુષ્કર્મના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર નાની સગીરાઓને હવસનો શિકાર બનાવવામાં આવે છે તો ઘણીવાર યુવતિઓ કે મહિલાઓ સાથે બળાત્કાર ગુજારવામાં આવતો હતો. ઘણીવાર તો ગેંગરેપની પણ કેટલીક ઘટનાઓ સામે આવે છે. હાલમાં સુરતમાંથી ગેંગરેપનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક 27 વર્ષિય મહિલાને તેના પ્રેમીને લગ્નની લાલચ આપી હતી અને તેની સાથે ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો હતો.

ઘટનાના મુખ્ય સૂત્રધારે પીડિતાનો વીડિયો ઉતારી તેને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યુ હતુ અને તેને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. આ ઘટના સુરતના ઉમરાના નંદનવન સોસાયટીના એક બંગલામાં બની હતી. હાલ પોલિસે ત્રણ લોકો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, 27 વર્ષિય પીડિત મહિલાની મુલાકાત 18 નંદનવન સોસાયટી, રંગીલાપાર્ક ઉમરા ખાતે રહેતા આરોપી જયેશ ઉર્ફે જયહેમંતની સાથે થઇ હતી. લગભગ દોઢેક મહિના પહેલા બંને વચ્ચે થયેલી ઓળખ મિત્રતામાં પરિણમી અને તે બાદ જય અમે પીડિતાની મુલાકાતો વધતા બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યુ.

આરોપીએ લગ્નની લાલચ આપી બંગલામાં સંબંધ બાંધ્યો હતો. ત્યારે આ દરમિયાનનો વીડિયો પણ આરોપીએ ઉતારી લીધો હતો અને આને આધારે તે પીડિતાને બ્લેકમેઇલ કરતો હતો અને વારંવાર સંબંધ બાંધવા મજબૂર કરતો હતો. ત્યારે 8 મે 2022ના રોજ સાંજે 6.30 વાગ્યા આસપાસ જયેશે પીડિત મહિલાને બંગલા પર બોલાવી અને ત્યારે જયેશ સાથે તેના મિત્રો પર હાજર હતા.

જયેશે મહિલા સાથે પોતાના બેડરૂમમાં સંબંધ બાંધ્યો અને પછી ત્યાં હાજર તેના મિત્રો યોગી પવાર અને અન્ય મિત્ર સાથે પણ જબરદસ્તી સંબંધ બાંધવા પીડિતાને મજબૂર કરી. પીડિતાએ આ વાતનો ઇન્કાર કરતા આરોપીઓએ ભેગા મળી તેને માર પણ માર્યો હતો અને તેના પર બળાત્કાર પણ ગુજાર્યો હતો.. જો કે, તેને ધમકી પણ આપી હતી કે આ ઘટના વિશે તે કોઇને કહેશે તો તેને જાનથી મારી નાખશે. હાલ તો પીડિત મહિલાએ આરોપીઓ વિરૂદ્ધ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.