15 વર્ષનો દીકરો ચઢી ગયો ગાંજો પીવાના રવાડે, પછી મમ્મીએ કર્યા એવા હાલ કે જોઈને રાડ પોકારી ઉઠશો, તમે જ કહો માતાએ બરાબર કર્યું કે નહિ ?

આજે દેશભરમાં ઘણા યુવાનો નશાના રવાડે ચઢી ગયા છે, સોશિયલ મીડિયા અને સમાચારમાં એવી ઘણી ઘટનાઓ સામે આવે છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ, ખુબ જ નાની ઉંમરમાં ડ્રગ્સ, ગાંજો અને એવા કેટલીય પ્રકારના નશાના આદિ બની ગયેલા આપણે ઘણા લોકોને જોયા હશે પરંતુ હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને જોઈને તમે પણ હેરાન રહી જશો.

તેલંગાણામાં એક મહિલાએ તેના પુત્રને ગાંજાના વ્યસનની સજા આપવા માટે તેને થાંભલા સાથે બાંધીને તેની આંખોમાં મરચાંનો પાવડર નાખ્યો હતો. તેલંગાણાના સુયારપેટ જિલ્લાના કોદાદમાં બનેલી આ ઘટનાનો વીડિયો સોમવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તેના 15 વર્ષના પુત્રના ગાંજાના વ્યસનથી પરેશાન એક મહિલાએ તેને થાંભલા સાથે બાંધી દીધો હતો. અને તે એટલે જ ના રોકાઈ, તેને દીકરાની આંખોમાં મરચાંનો પાવડર પણ નાખ્યો.

યુવકના આંખોમાં થતી બળતરાના કારણે તે જોર જોરથી ચીસો પાડતો હતો, જ્યારે કેટલાક પાડોશીઓ છોકરાની માતાને પાણી રેડવાની સલાહ આપતા સંભળાતા હતા. ગાંજો પીવાની આદત છોડવાનું વચન આપીને જ મહિલાએ પુત્રને ખોલ્યો હતો. મહિલાનો આ બાળક શાળામાંથી ગુલ્લી મારી અને ગાંજો પીતો હતો, તેથી માતાએ તેને સખત સજા આપી. વારંવારની ચેતવણીઓ છતાં તેણે પોતાનો રસ્તો બદલ્યો ન હતો.

તેલંગાણામાં ગ્રામીણ માતા-પિતા બાળકોની આંખો પર મરચાંનો પાવડર નાખે છે, આ કોઈ નવી વાત નથી. આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી કે શું આ જૂની પદ્ધતિ ઉપયોગી થશે. કેટલાક નેટીઝન્સે સૂચવ્યું કે આ રીત ખોટી સાબિત થઇ શકે છે. યુવાનોમાં માદક દ્રવ્યોનું વ્યસન વધી રહ્યું છે અને કાયદા અમલીકરણ અધિકારીઓ દ્વારા આ જોખમને કાબૂમાં લેવા માટે ચાલી રહેલા અભિયાન વચ્ચે આ ઘટના બની છે.

તાજેતરમાં જ હૈદરાબાદમાં એક એન્જિનિયરિંગ સ્નાતકનું ડ્રગ્સના ઓવરડોઝને કારણે થયેલા મોતે અધિકારીઓને ચિંતામાં મૂકી દીધા છે. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે મિત્રો અને ડ્રગ પેડલર સાથે ગોવા જતા સમયે તે ડ્રગ એડિક્ટ બની ગયો હતો અને ડ્રગ્સનું કોકટેલ લેવાનું શરૂ કર્યું હતું.

Niraj Patel