સુરત ફરી થયું શર્મસાર, વધુ કે ગ્રીષ્મા જેવી દીકરીનું હત્યારાએ ગળું કાપી નાખ્યું, 1 વર્ષનો પુત્ર માતા પાસે લોહીના ખાબોચિયામાં રમતો હતો

આટલી નાની ઉંમરે દીકરીનું ગળું કાપવાની હિમ્મત આવે છે ક્યાંથી ? સુરતમાં વધુ કે ગ્રીષ્મા જેવી દીકરીનું હત્યારાએ ગળું કાપી નાખ્યું, 1 વર્ષનો પુત્ર માતા પાસે લોહીના ખાબોચિયામાં રમતો હતો

ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના ચકચારી કિસ્સા સામે આવતા રહે છે. જેમાં ઘણા એવા કિસ્સા હોય છે કે જે સાંભળી આપણુ હ્રદય પણ કંપી ઉઠે છે. આવા કિસ્સાઓમાં તો સુરત મોખરે છે. સુરતમાં તો ગુનાહિત પ્રવૃત્તિઓ અટકવાનું નામ જ નથી લઇ રહી. અવાર નવાર હત્યા, ચોરી જેવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે હાલમાં ફરી એકવાર હત્યાનો કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. સુરતના કાપોદ્રામાં ઘરમાં ઘૂસી એક મહિલાનું ગળુ કાપી તેની કરપીણ હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે. કોઇ અજાણ્યો ઇસમ ઘરમાં ઘૂસ્યો હતો અને હત્યા કરી ફરાર થઇ ગયો હતો.

ઘટનાની જાણ થતા પોલિસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, આ બધા વચ્ચે ખૂબ જ હ્રદયદ્રાવક બાબત એ છે કે એક વર્ષનું માસૂમ બાળક પોતાની માતાના લોહીના ખાબોચિયામાં જોવા મળ્યુ હતુ. પોલિસ પણ હાલ આ મર્ડર મિસ્ટ્રી ઉકેલવામાં લાગી ગઇ છે. મહિલાની લાશ પીએમ માટે મોકલામાં આવી છે અને ફોરેન્સિક ટીમને પણ ઘટનાસ્થળે બોલાવી અને પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલિસ સોસાયટીના લોકોના નિવેદન પણ નોંધી રહી છે. પરંતુ હજી એ વિગત સામે આવી નથી કે મહિલાની હત્યાનું કારણ આખરે શું છે ?

પોલિસે આરોપીને પકડવા ચક્રો પણ ગતિમાન કર્યા છે. જે મહિલાની હત્યા કરવામાં આવી છે તેનું નામ સ્નેહલતાબેન છે. તે પ્રકાશભાઇની પત્ની છે અને સવારે જયારે પ્રકાશભાઇ ટિફિન લઇને જતા હતા ત્યારે રોજ બંને બપોરના સમયે વીડિયો કોલથી વાત કરતા પરંતુ ગઇકાલના રોજ સ્નેહલતાબેને વીડિયો કોલ કર્યો નહિ અને તેના કારણે તેઓ ઘરે આવ્યા ત્યારે તેમની લાશ જોઇ. જે બાદ તેમણે પોલિસને જાણ કરી હતી. સ્નેહલતાબેનને એક વર્ષનો દીકરો છે અને 19 તારીખના રોજ તેનો જન્મદિવસ આવી રહ્યો હતો જેના કારણે ધામધૂમથી ઉજવવાની તૈયારી ચાલી રહી હતી.

ત્યાં પણ બધાને જમવાનું આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. સ્નેહલતાબેને જયારે પ્રકાશભાઇનો ફોન ન ઉપાડ્યો ત્યારે પ્રકાશભાઇએ ત્યાં રહેતા ભાડુઆતને ઘરે મોકલ્યા. જે બાદ બહારથી કડી મારેલી હોવાને કારણે ભાડુઆત ઘર ખોલી અંદર ગયા હતા અને ત્યાં તેમણે જોયુ તો એક વર્ષનું બાળક લોહીના ખાબોચિયામાં રમતુ જોવા મળ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે, પ્રકાશભાઈને પહેલી પત્ની અને એની 14 વર્ષની દીકરી હતી. દીકરીનું મોત થયા બાદ તેમની પહેલી પત્ની આશાબેન ડીંડોલીમાં રહે છે અને પત્ની સાથે વિવાદના કારણે તેમણે છૂટાછેડા લીધા હતા અને સ્નેહલતાબેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેઓ બે વર્ષથી જ પ્રગતિ નગરમાં રહેવા આવ્યા હતા. પહેલી પત્ની શંકાના દાયરામાં આવતા પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

Shah Jina