યુવકે OYOમાં બુક કરાયો હોટલમાં રૂમ, બેડ નીચે એવું મળ્યું કે આઘાતમાં સારી પડ્યો, શ્વાસ થઇ ગયા અધ્ધર

ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી ઘણીવાર હત્યા, આત્મહત્યા અને શંકાસ્પદ હાલતમાં મોત થયા હોવાના કિસ્સા સામે આવતા રહે છે. ત્યારે હાલમાં એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવકે OYO એપ દ્વારા હોટલમાં રૂમ બુક કરાવ્યો હતો અને આ રૂમના બેડ નીચેથી એક મહિલાની લાશ મળી આવી હતી.આ ઘટનાથી સનસનાટી ફેલાઈ ગઈ છે. આ મામલો ઝારખંડના જમશેદપુરનો છે. યુવક ગુમ છે અને પોલીસ તેની તપાસ કરી રહી છે. મૃતક મહિલાની ઓળખ 35 વર્ષીય કાંતિ દેવી તરીકે થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે, મૃતક મહિલા સરાઈકેલા જિલ્લાના કુચાઈ બ્લોકના ગાલુડીહની રહેવાસી હતી

અને હોટલમાં રૂમ બુક કરાવનાર યુવક મહિલાનો પ્રેમી હતો અને તે કોલકાતાનો રહેવાસી હતો. OYO દ્વારા જ્યાં રૂમ બુક કરાવવામાં આવ્યો હતો તે આદિત્યપુર પોલીસ સ્ટેશન વિસ્તારના આરઆઈટી મોર ખાતે છે અને તેનું નામ શુભેક્ષા લોજ છે. મહિલાની લાશ લોજના રૂમ નંબર 101માંથી મળી આવી હતી. મામલાની માહિતી મળતાં જ આદિત્યપુર પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોતાના કબજામાં લઈને મામલાની તપાસ શરૂ કરી હતી. જણાવી દઈએ કે આ લોજ OYO દ્વારા ઓપરેટ કરવામાં આવે છે, જેમાં પ્રેમીઓને બહારથી આવવાની છૂટ છે. (નીચેની તસવીરો પ્રતિકાત્મક છે)

મહિલા વિશે કહેવામાં આવી રહ્યું છે કે તે કોલકાતાના એક યુવક સાથે અહીં આવી હતી. ઘટના બાદ યુવક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટનાસ્થળેથી અનેક ગુનાહિત વસ્તુઓ મળી આવી છે. હોટલ સંચાલકે પોલીસને જણાવ્યું કે કોલકાતાના ડાયમંડ હાર્બરના રહેવાસી મૈનુદ્દીન પલવાન નામના યુવક સાથે મહિલા મંગળવારે 12.30 વાગ્યે હોટલ પર પહોંચી હતી. બંને રૂમ નંબર 101માં રહેતા હતા. મૈનુદ્દીન થોડા સમય માટે હોટલના રૂમમાં જઈને ખાવાનું લેવા ગયો હતો અને પછી પાછો આવ્યો ન હતો.

હોટલના મેનેજરનું કહેવું છે કે તેણે મહિલાનું ગળું દબાવીને હત્યા કરી અને પછી હોટલમાંથી ભાગી ગયો. હોટલના રૂમમાં મૃત મહિલાની માહિતી મળતાં જ આદિત્યપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હોટલના સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા બાદ એક યુવક હોટલમાંથી ઝડપથી ભાગતો જોવા મળ્યો હતો. પરંતુ પ્રાથમિક તપાસ બાદ આવી કેટલીક બાબતો પણ સામે આવી છે, જે બાદ હોટલ મેનેજમેન્ટ પર પોલીસની શંકા પણ ઘેરી બની છે. અત્યાર સુધી પોલીસ તપાસમાં હોટલનો માલિક પણ શંકાના દાયરામાં છે. રજીસ્ટર મુજબ મહિલા 12.30 વાગે હોટલમાં આવી હતી,

જ્યારે મહિલાનું શરીર સંપૂર્ણપણે થીજી ગયેલું હતું. નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યા છે કે આ મૃતદેહ 12 કલાકનો છે. મહિલાના ગળા પર ઈજાના નિશાન પણ જોવા મળ્યા હતા. હત્યાની પૂરેપૂરી આશંકા સેવાઈ રહી છે. મહિલાની લાશ મળ્યા બાદ આદિત્યપુર પોલીસે હોટલના રૂમ નંબર 101ને સીલ કરી દીધો છે. આ ઉપરાંત હોટલ સંચાલક દિલીપ ઘોષ અને હોટલના કેટલાક કર્મચારીઓને પણ કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે હોટલનું એન્ટ્રી રજીસ્ટર પણ જપ્ત કરી લીધું છે અને તેની તપાસ ચાલુ છે. પોલીસે મહિલા સાથે હોટલમાં રોકાતા તેના બોયફ્રેન્ડની પણ શોધખોળ શરૂ કરી છે. તેને પકડવા માટે પોલીસ ટીમ એકઠી થઈ ગઈ છે.

Shah Jina