સંસ્કારી નગરી વડોદરામાં મહિલાએ જ મહિલાની હત્યા કરી નાખી, કારણ સાંભળીને તમારી આત્મા હચમચી ઉઠશે

ગુજરાતમાં અવાર નવાર યુવતિ અને પરણિતાના હત્યાના સમાચાર છેલ્લા ઘણા દિવસોથી સામે આવી રહ્યા છે. ગુજરાતના અમદાવાદ સુરત અને વડોદરામાં તો ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે હજી તો વડોદરામાં મીરા સોલંકીની હત્યાનો કેસ તાજો છે ત્યાં વડોદરાના કારેલીબાગ મહિલા પોલિસ સ્ટેશનની સામે એક પરણિતાની હત્યા નિપજાવવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. વડોદરામાં સતત વધતી જતી હત્યાની ઘટનાઓએ લોકોને હચમચાવી દીધા છે. લગભગ બે દિવસ અગાઉ શહેરમાં મિનાઝ હત્યા કેસ સામે આવ્યો હતો, જેમાં હવે મોટો ખુલાસો થયો છે.

Image source

આ કેસમાં જેણે મહિલાની હત્યા કરી છે તે એક મહિલા જ હોવાનું સામે આવ્યું છે. પોલીસે હત્યારી મહિલાની તપાસ કરતા કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા પોલિસે સોહાના ઉર્ફે સમિના રિફાકત નામની મહિલાને પકડી પાડી છે. ત્યારે હવે પોલિસ આરોપીના રિમાન્ડની માંગ કરશે જે બાદ આ કેસમાં ઘણા ખુલાસાઓ થશે તેની શક્યતા સેવાઇ રહી છે. બે મહિલાઓ વચ્ચે આડા સંબંધોની શંકા અને પછી ઘર પાસે પાણી નાખવા જેવી બાબતે ભારે ઝઘડો થયો હતો. ત્યારે કારેલીબાગ વિસ્તારમાં મહિલા પોલીસ સ્ટેશનની સામે રહેતી મિનાઝની હત્યાના બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

Image source

મિનાઝની તેની પાડોશમાં જ રહેતી સોહાના ઉર્ફે સમિના રિફાકત નામની મહિલાએ હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. સોહાનાના પતિ સાથે મિનાઝને આડા સંબંધો હોય તેની શંકા હતી ત્યારે બે દિવસ પહેલા પાણી નાખવા જેવી નજીવી બાબતે બંને વચ્ચે ઝઘડો થયો અને આ તકરારમાં મારામારી પણ થઇ, જે બાદ સોહાનાએ મિનાઝની તિક્ષ્ણ હથિયારથી હત્યા કરી નાખી હતી. આ મામલ કારેલીબાગ પોલીસ સ્ટેશને ગુનો નોંધીને હત્યારી સોહાનાને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ઘરી હતી.

Image source

ત્યારે શનિવારના રોજ રાત્રે સોહાનાની વડોદરા પોલીસે ધરપકડ કરી લીધી છે. આ કેસમાં હાલ આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે હવે રિમાન્ડ બાદ વધુ ખુલાસા થાય તેની શક્યતાઓ છે. હવે પોલીસ સોહાના ઉર્ફે સમિના રિફાકતની આ દિશામાં પણ પૂછપરછ કરી શકે છે, જ્યારે તપાસ દરમિયાન આડા સંબંધોની શંકા સહિતના મુદ્દા અંગે સ્પષ્ટતા થઈ શકે છે. ઘટના દરમિયાન મૃતક ચાર વર્ષના બાળકને લઇ ઘરના આંગણે હાજર હતી.

Image source

તે દરમિયાન પાછળથી ધસી આવેલી આરોપીએ તેની પીઠ પર ચાકુનો ઘા ઝીંક્યો હતો અને તે બાદ છાતીના ભાગે પણ ઘા માર્યો હતો.જેથી મિનાઝનું મોત નીપજ્યું હતું. હુમલાના બનાવ દરમિયાન આરોપીને પણ ઇજા થઇ હતી. જે બાદ તે સારવાર સિવિલ હોસ્પિટલમાં ગઇ હતી.પરંતુ ત્યાં મિનાઝના મોતની જાણ થતાં તે ફરાર થઇ ગઇ હતી, જે બાદ પોલિસે આરોપીની શોધખોળ હાથ ધરી અને તે બાદ તેની ધરપકડ શનિવારના રોજ રાત્રે કરવામાં આવી હતી.

Shah Jina