આ મહિલા બાળકની જેમ ખોળામાં લપેટીને ફ્લાઈટમાં લાવી જાનવર, અવાજ સાંભળીને આજુબાજુના પેસેન્જર ભડક્યા, પછી જુઓ શું થયું વીડિયોમાં

ઘણા લોકોને પ્રાણીઓ પ્રત્યે ખુબ જ પ્રેમ હોય છે, વળી ઘણા લોકો તો એવા પણ હોય છે જે પાલતુ પ્રાણીઓને પોતાના બાળકો અને ઘરના સભ્યની જેમ જ રાખતા હોય છે. પ્રાણી પ્રેમના ઘણા વીડિયો પણ આપણે સોશિયલ મીડિયામાં જોયા હશે. ત્યારે હાલ એક એવો વીડિયો સામે આવ્યો છે જેને જોઈને લોકો પણ હેરાન રહી ગયા છે.

એક મહિલા ફલાઇટની અંદર પોતાની સાથે એક અજીબો ગરીબ જાનવર લઈને સફર કરી રહી છે. એવામાં તેની સાથે બેઠેલા લોકો મહિલાની પાસે રહેણાં આ જાનવરને જોઈને ડરી જાય છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા ફ્લાઈટમાં બેઠી છે. તે વિન્ડો સીટની બાજુમાં બેઠી છે. આ દરમિયાન તેણે ટુવાલ વડે છુપાવીને પોતાના ખોળામાં કંઈક લીધું છે.

વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે આ દરમિયાન મહિલાની બાજુમાં બેઠેલા મુસાફર ક્રૂ મેમ્બર્સને ફરિયાદ કરે છે. હકીકતમાં મહિલાની બાજુમાં બેઠેલા મુસાફરને કોઈ અવાજ સંભળાયો હતો. આ પછી તેણે વાંધો વ્યક્ત કરતા ફ્લાઈટના ક્રૂ મેમ્બર્સને ફરિયાદ કરી. આ પછી ક્રૂ મેમ્બર્સ મહિલા પાસે આવે છે અને તેને પૂછે છે કે તમે તમારા ખોળામાં શું લીધું છે ?

ક્રૂ મેમ્બર્સ મહિલાને એ પણ પૂછે છે કે શું તે બિલાડી છે ? આના પર મહિલાએ જવાબ આપ્યો કે ના તે બિલાડી નથી, મહિલા કહે છે કે તેની પાસે કોઈ બિલાડી નથી, તેણે તેના બાળકને ખોળામાં લીધું છે. મહિલા વારંવાર ક્રૂ મેમ્બર્સને આ કહે છે. જો કે જ્યારે નજીકમાં બેઠેલા મુસાફર ક્રૂ મેમ્બર્સને વારંવાર મહિલા સાથે બિલાડી હોવાનું કહે છે.

જેના બાદ ક્રૂ મેમ્બરોએ મહિલાના ખોળામાંથી કપડું હટાવી દીધું હતું. અને જે સામે આવે છે તે જોઈને નજીકમાં બેઠેલા મુસાફર ઉભા થઈ જાય છે અને ત્યાંથી ભાગી જાય છે. ફ્લાઈટમાં બેઠેલા અન્ય લોકો પણ તે પ્રાણીને જોઈને ગભરાઈ જાય છે. આ પછી મહિલા ક્રૂને કહે છે કે તે બિલાડી નથી પરંતુ  વન્ય બિલાડો છે.

Niraj Patel