લફરાબાજ યુવક યુવતીઓ સાવધાન: ફાઇવ સ્ટાર હોટલમાં યુવક-યુવતી ગયા, યુવતીએ કોલ ડ્રિન્ક પીધું પછી તો….
ગુજરાત સમેત દેશભરમાંથી અનેકવાર રેપ, દુષ્કર્મના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર યુવકો પોતાની હવસ સંતોષવા યુવતિઓ સાથે મિત્રતા કરી તેમને મળવાના બહાને બોલાવી તેમના સાથે ના કરવાનું કૃત્ય કરતા હોય છે. ત્યારે ઘણીવાર કોઇ યુવતિને બોલાવી અને તેમને નશીલો પદાર્થ પીવડાવી પણ દુષ્કર્મ આચરતા હોય છે. ત્યારે હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવતિની મુલાકાત એક યુવક સાથે ડેટિંગ એપ પર થઇ હતી અને તે બાદ તે બંને વચ્ચે મિત્રતા થઇ હતી.

જે પછી યુવકે યુવતિને ફાઇવ સ્ટાર હોટલમાં મળવા બોલાવી અને તેને એક રૂમમાં લઇ જઇ કોલ્ડ ડ્રિંક પીવડાવ્યુ જેમાં નશીલો પદાર્થ મેળવેલો હતો. યુવતિ કોલ્ડ ડ્રિંક પીધા બાદ બેહોશ થઇ ગઇ અને યુવક યુવતિ સાથે દુષ્કર્મ કરી ફરાર થઇ ગયો. આ કિસ્સો દિલ્હીથી સામે આવ્યો છે. આરોપી હૈદરાબાદના બંજારા હિલ્સનો રહેવાસી છે. હાલ તો તે ફરાર છે. આરોપીની શોધ માટે દિલ્લી પોલિસ છાપેમારી કરી રહી છે.

જણાવી દઇએ કે, એક સપ્તાહની અંદર દિલ્લી-એનસીઆરની અંદર હોટલમાં રેપનો આ બીજો મામલો છે. આ પહેલા ગુરુગ્રામની એક ફાઇવ સ્ટાર હોટલમાં મહિલા સાથે રેપનો મામલો સામે આવ્યો હતો. એક આરોપીએ સોશિયલ મીડિયાના માધ્યમથી પહેલા એક 28 વર્ષિય મહિલા સાથે મિત્રતા કરી અને પછી તેને દારૂ પીવડાવવાના બહાને બોલાવી હોટલ લઇ જઇ તેની સાથે રેપ કર્યો આરોપી ઘટનાને અંજામ આપ્યા બાદ ત્યાંથી ફરાર થઇ ગયો હતો.
A woman was allegedly raped in a five-star hotel in Delhi’s Dwarka area on 3rd June. The accused & victim came in contact through a dating app. The accused is a resident of Hyderabad & is currently absconding. Police are conducting raids in search of the accused: Delhi Police
— ANI (@ANI) June 10, 2022
આ પહેલા નોઈડામાં એક કિશોરીને લાલચ આપીને તેના પર કથિત બળાત્કારનો મામલો સામે આવ્યો હતો, જ્યાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ગૌતમ બુદ્ધ નગરના ફેઝ-2 પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જના જણાવ્યા અનુસાર, ભંગેલ ગામમાં રહેતી એક કિશોરીનું બે મહિના પહેલા નવીન નામના યુવકે અપહરણ કર્યું હતું. તેણે કહ્યું કે આરોપી યુવકે યુવતી પર બળાત્કાર કર્યો હતો. પોલીસે આરોપી નવીનની ધરપકડ કરી હતી.