થોડા સમય પહેલા અમેરિકામાં એક ખૂબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો. અમેરિકાના એરિઝોનામાં 14 વર્ષથી વધુ સમયથી કોમામાં રહેલી એક મહિલા અચાનક જ ગર્ભવતી થઇ ગઈ અને તેને એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો. જયારે આ મહિલાના ગર્ભવતી હોવાની વાત જાણવા મળી ત્યારે ડોક્ટર્સ પણ હેરાન થઇ ગયા હતા કે જયારે મહિલા કોમામાં છે તો ગર્ભવતી કેવી રીતે થઇ ગઈ?

સ્થાનીય મીડિયા અનુસાર, આ મહિલા આ હોસ્પિટલમાં છેલ્લા કેટલાય વર્ષોથી દાખલ હતી. લગભગ 14 વર્ષ પહેલા ડૂબવાના કારણે આ મહિલા કોમામાં જતી રહી હતી. હેરાન કરનારી વાત તો એ હતી કે બાળકના જન્મ સુધી આ હોસ્પિટલમાં કોઈને પણ આ મહિલાના ગર્ભવતી હોવા વિશે જાણકારી ન હતી. આ હોસ્પિટલના સ્ટાફને આ વાતની જાણ ત્યારે થઇ જયારે ગર્ભવતી થયા બાદ 9 મહિના બાદ આ મહિલાએ એક બાળકને જન્મ આપ્યો. આ પછી આ વાત પોલીસ સુધી પહોંચી તો પોલીસે આ મહિલા સાથે દુષ્કર્મ થયું હોવાની આશંકા વ્યક્ત કરી અને આ વિશે તપાસ કરી કે આ મહિલા સાથે યૌન શોષણ કરવા પાછળ કોણ છે.

ડોક્ટર્સને મહિલાના ગર્ભવતી હોવાની જાણ ત્યારે થઇ જયારે એક દિવસ સવારે એ દુઃખાવાથી તડપી રહી હતી. નર્સે બાળકની ડિલિવરી કરાવી અને બાળક સંપૂર્ણ સ્વસ્થ હતું. આ પછી પોલીસે ડીએનએ અને બીજા રિપોર્ટ્સના આધારે આ મહિલા સાથે દુષ્કર્મ કરનારની ભાળ મેળવવી શરુ કરી હતી. તપાસમાં સામે આવ્યું કે મહિલા કોમામાં હોવાના કારણે એ કઈ જ બોલી શકવાની કે વિરોધ કરી શકવાની સ્થિતિમાં ન હોવાની સ્થિતિનો ફાયદો ઉઠાવીને હોસ્પિટલના જ સ્ટાફમાંથી કોઈ વ્યક્તિએ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.

કોમાના પેશન્ટને 24 કલાક દેખરેખની જરૂર હોય છે, એવામાં કેટલાય લોકો તેના રૂમમાં આવતા જતા હતા. હોસ્પિટલે જાણકારી આપી હતી કે આ ઘટના બાદ હોસ્પિટલના નિયમો બદલવામાં આવ્યા છે અને હવે જો કોઈ પુરુષ સ્ટાફ કોઈ પણ મહિલાના રૂમમાં દાખલ થશે તો તેને પોતાની સાથે એક મહિલા સ્ટાફને લઈને જવાની રહેશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.