ખબર

મહિલાએ પોતાના કારની બોનેટ પર એક યુવકને 1 KM સુધી ઘસેડ્યો, સડસડાટ ચલાવવા લાગી કાર, બમ્પમાં પણ ધીમી ના પાડી, રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો

અરરરર આવી ક્રૂર મહિલા….મહિલાએ વ્યક્તિને કારના બોનેટ પર 1 કિલોમીટર સુધી ઘસેડ્યો, બેંગલુરુમાં ફરી રૂવાંડા ઉભા કરી દેવાની ઘટના, એકવાર જરૂર જો જો વીડિયો

દેશભરમાંથી ઘણીવાર રૂંવાડા ઉભા કરી દેનારી ઘટનાઓ સામે આવતી હોય છે, ઘણીવાર લોકો એવી હહરક્તો કરતા હોય છે જેને જોઈને તેમના પર ગુસ્સો આવી જાય. ત્યારે હાલ એક એવો મામલો સામે આવ્યો છે જેને જોઈને તમારું પણ લોહી ઉકળી ઉઠશે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક મહિલા એક યુવકને કારના બોનેટ પર રાખી સડસડાટ કાર ભગવતી જોવા મળી હતી.

આ ઘટના સામે આવી છે બેંગલુરુમાંથી. જ્યાં એક યુવકની ગાડી એક મહિલાની કાર સાથે ટકરાઈ ગઈ. જેના બાદ બંનેમાં વિવાદ શરૂ થઇ ગયો. જેના બાદ મહિલાએ યુવકને પોતાની કારના બોનેટ પર એક કિલોમીટર સુધી ઘસેડ્યો. કારના બોનેટ પર રહેલો યુવક મહિલાને ગાડી ઉભી રાખવા માટે બૂમો પાડી રહ્યો હતો, પરંતુ મહિલાએ તેનું સાંભળ્યું નાહીઓ અને ગાડીને વધારે ફાસ્ટ ભાગવતી રહી.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અન્ય કેટલાક યુવકો પણ બાઈક લઈને કારનો પીછો કરવા લાગ્યા પરંતુ મહિલાએ કોઈનું સાંભળ્યું નહિ અને યુવકને કારણ બોનેટ પર રાખીને ઘસેડતી રહી. સારી વાત એ રહી કે યુવકને આ ઘટનામાં કોઈ ઇજા નથી થઇ. આ મામલાની ગંભીરતા સમજતા પોલીસ પણ તરત એક્શનમાં આવી ગઈ ને કાર ચાલાક મહિલા સમેત પાંચ લોકોની તેમને ધરપકડ કરી લીધી છે. જેમાં પ્રિયંકા નામની મહિલા પણ સામેલ છે.

તેમના વિરુદ્ધ કલમ 307 અંતર્ગત હત્યાનો પિયર્સ કરવાનો કેસ દાખલ કર્યો છે. કારણ કે પ્રિયંકા જ કાર ચલાવી રહી હતી. આ ઉપરાંત કારમાં સવાર ચાર અન્ય લોકો દર્શન, યશવંત, સુજાણ અને વિનય વિરુદ્ધ આઇપીસી કલમ 453 અંતર્ગત મામલો દાખલ કરવામાં આવ્યો છે. બેંગલુરુમાં આ પહેલી ઘટના નથી, થોડા દિવસ પહેલા પણ એક સ્કૂટી ચાલકે એક વૃદ્ધ વ્યક્તિને પોતાની સ્કૂટી પાછળ ઘેંસડ્યો હતો. ત્યારે હવે આવા મામલા ગંભીર બની રહ્યા છે.