મમ્મીને મેકઅપમાં ઓળખી ના શક્યો છોકરો, જોરજોરથી રડતા રડતા બોલ્યો- મમ્મી ક્યાં છે ? વીડિયો જોઇ હસવું નહિ થાય કંટ્રોલ

‘આ તો મમ્મીનું મોં ધોવડાવી જ માનશે…’ માંના મેકઅપ બાદ રડવા લાગ્યો છોકરો, ઓળખવાથી કરી દીધો ઇનકાર

Bacha Maa Ko Hi Nhi Pehchana : મેકઅપ વ્યક્તિને સુંદર બનાવે છે. હા, સ્ત્રી હોય કે પુરુષ… મેકઅપ દરેકની સુંદરતામાં વધારો કરે છે ! જો કે મેકઅપની દુનિયામાં મુખ્ય મહિલાઓ છે. તેઓ લગ્નથી લઈને રોજિંદા જીવનમાં પણ મેકઅપનો ઉપયોગ કરે છે. પણ જ્યારે કોઈ સ્પેશિયલ ફંક્શન હોય ત્યારે સ્ત્રીઓ એવો મેક-અપ કરે છે કે પરિવારના પણ મૂંઝાઈ જાય છે કે આ એ જ છે કે બીજી કોઈ….મેકઅપ કોઈપણ ચહેરાને સુંદર બનાવે છે અને કેટલીકવાર મેકઅપ કર્યા પછી વ્યક્તિનો ચહેરો પણ ઓળખી શકાતો નથી.આવું જ કંઇક આ દિવસોમાં એક વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે, (તમામ તસવીરો: વીડિયો પરથી લીધેલ)

જેમાં એક માતા મેકઅપ કરીને તેના પુત્ર પાસે ગઈ તો બાળક તેની માતાને ઓળખી ન શક્યો અને જોર જોરથી રડવા લાગ્યો. આ બાળકની ક્યૂટ સ્ટાઈલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. માતા અને પુત્રનો આ ક્યૂટ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર visagesalon1 નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે એક મહિલા મેકઅપ કરાવીને તૈયાર થઈ રહી છે અને તેની પાસે બેઠેલું બાળક જોર જોરથી રડી રહ્યું છે અને કહી રહ્યું છે કે તેની માતા ક્યાં છે ?

જ્યારે મહિલા કહે છે કે હું તારી માતા છું તો પુત્ર તેને ઓળખવાની ના પાડે છે અને ભાગવા લાગે છે. જ્યારે સ્ત્રી તેના દીકરા પાસે જઇ બેસે છે અને તેને ખોળામાં ઊંચકે છે, ત્યારે પણ તે બાળક કોઈ અજાણી વ્યક્તિએ તેને પકડી રાખ્યો હોય તેમ જ રડે છે. મા-દીકરાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો પણ આ વીડિયો ફની કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરી કે આવા મેકઅપનું શું કામ કે બાળક પણ તેને ઓળખી ન શકે.

એક યુઝરે લખ્યું કે ચહેરા પર પાણીનો ગ્લાસ ફેંકો, પછી ઓળખાઈ જશે. તો બીજી તરફ અન્ય એક યુઝરે લખ્યું કે માતા પાસે તૈયારી કરવા માટે વધુ સમય નથી અને જ્યારે તે તૈયાર થાય છે ત્યારે ક્યારેક આવી પરિસ્થિતિઓ પણ સર્જાય છે. ફની કમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું કે જો બાળક તેને ઓળખે નહીં, તો ચાલશે પણ જો બાળકના પિતા નહીં ઓળખે તો ગડબડ થઈ જશે.જો કે, એકે તો એવું પણ કહ્યુ કે, આ બાળક તેની માતાનું મોં ધોવડાવીને જ માનશે.

Shah Jina