...
   

કચ્છમાં દેશભક્તિના ગીતો ગાઇ રહ્યા હતા મહિલા, ત્યારે જ આવ્યો હાર્ટ એટેક- 5 જ મિનિટમાં..જુઓ CCTV વીડિયો

છેલ્લા ઘણા સમયથી રાજ્યભરમાં હાર્ટ એટેક જીવલેણ બની રહ્યો છે, અવાર નવાર હાર્ટ એટેકથી મોતની ઘટનાઓ પણ સામે આવે છે જેમાંની કેટલીક તો કેમેરામાં કેદ પણ થઈ જતી હોય છે. ત્યારે હાલમાં રાજ્યમાં વધુ એકનું હાર્ટ એટેકથી મોત થયુ હોવાનું સામે આવ્યુ. ભુજનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે,

જેમાં એક મહિલાને દેશભક્તિના ગીતો ગાતા ગાતા ચાલુ પ્રોગ્રામમાં હૃદય રોગનો હુમલો આવ્યો અને પળવારમાં જ તેમનું મોત નિપજ્યુ. હાર્ટ એટેકની આ ઘટના કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર, ભુજના પ્રમુખ સ્વામીનગર પાસે આવેલ ડો. શ્યામાપ્રસાદ મુખર્જી વૃક્ષમિત્ર ગાર્ડન તેમજ વૃક્ષ મિત્ર સંગીત સભા દ્વારા 78માં સ્વતંત્રતા દિવસના અવસર પર દેશભક્તિ ગીત ગાવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ.

આ કાર્યક્રમમાં આરતીબેન રાઠોડ ખુરશી પર બેસીને દેશભક્તિ ગીત ગાઇ રહ્યા હતા ત્યારે હજી તો ગીત ગાવાની શરૂઆત જ કરી હતી, ત્યાં 5 મિનિટમાં જ હૃદય રોગનો હુમલો આવ્યો અને તેઓ ખુરશી પર બેઠા બેઠા ઢળી પડ્યા. તેમનું મોત નિપજતા ત્યાં હાજર સૌ કોઇ હચમચી ગયા હતા અને શોકની લાગણી ફેલાઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

Shah Jina