અજબગજબ ખબર

પરંપરા કે મજબૂરી? અહીંયા પરિણીત સ્ત્રીઓને 5 દિવસ સુધી રહેવું પડે છે કપડાં વગર!

દુનિયાભરમાં જાત-જાતના રિવાજો અને પરંપરા નિભાવવામાં આવે છે. જેમાના અમુક રિવાજો તો એવા હોય છે કે તેના વિશે જાણીને હેરાની લાગે છે. ભારત પણ પોતાના રિવાજો અને પરંપરાને લીધે દુનિયાભરમાં જાણવામાં આવે છે, આપણા દેશના અલગ-અલગ રાજ્યોમાં અલગ અલગ પરંપરાઓ જોવા મળે છે.

આજના સમયમાં પણ એવી જ એક વિચિત્ર પરંપરા ભારતના આ ગામમાં નિભાવવામાં આવી રહી છે. હિમાચલ પ્રદેશની મણીકર્ણ ઘાટીમાં પીણી ગામમાં મહિલાઓને મજબૂરીમાં પણ આ રિવાજ નિભાવવો જ પડે છે. આ રિવાજના આધારે અહીંની વિવાહિત મહિલાઓ પાંચ દિવસ સુધી કપડાં વગર રહે છે. દરેક વર્ષે વસંત મહિનામાં આ ગામની મહિલાઓ પુરા પાંચ દિવસ કપડા નથી પહેરતી અને પુરુષોથી દૂર રહે છે. અને એવી પણ માન્યતા છે કે જો આ સમયમાં કોઈ વિવાહિત મહિલા આ રિવાજનું પાલન ન કરે તો તેના પતિ અને પરિવાર પર સંકટ આવી શકે છે. માટે મહિલાઓએ આ રિવાજ નિભાવવો જ પડે છે.

આખરે શું છે આ રિવાજ નિભાવવા પાછળની માન્યતા?:
પૌરાણિક કથાના આધારે તે સમયે પીણી ગામમાં રાક્ષશોનું ખુબ આતંક હતું અને તેઓ ગામની સુંદર સુંદર સ્ત્રીઓને ઉઠાવીને લઇ જતા હતા અને ધીમે ધીમે ગામમાંથી સ્ત્રીઓ ઓછી થવા લાગી. જેના પછી લાહૂઆ દેવતાએ તે રાક્ષશોના વધ કર્યા હતા. માટે આ સમયમાં મહિલાઓ કોઈપણ સાજ-સજાવટ વગર કપડાં વગર રહે છે. આજે પણ માનવામાં આવે છે લાહુઆ દેવતા દરેક વર્ષે વસંત ઋતુમાં ગામમાં આવે છે અને દુષ્ટતાનો નાશ કરે છે.

આ પાંચ દિવસોમાં ગામમાં કોઈપણ મદિરા-માંસનું સેવન નથી કરતા અને સાથે જ કોઈના લગ્ન પણ નથી થતા. આ પાંચ દિવસોમાં કોઈ હસતું પણ નથી અને સ્ત્રીઓ પોતાના જ ઘરમાં બંધ થઈને કપડાં વગર અવસ્થામાં રહે છે.