સગર્ભાના મોતના પગલે હોબાળો:ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં તબીબની બેદરકારીના કારણે મોત થયાનો આક્ષેપ, પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
Woman has a heart attack during pregnancy : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના મામલાઓ સતત વધી રહ્યા છે. ખાસ કરીને યુવાનોમાં હાર્ટ એટેક આવવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. હાર્ટ એટેકના કારણે કેટલાય લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે, ત્યારે હાલ એક ખબર એવી સામે આવી છે જેને લોકોના રૂંવાડા ઉભા કરી દીધા છે. એક મહિલાને ડિલિવરી દરમિયાન જ હાર્ટ એટેક આવતા જ તેનું મોત થયું હતું અને તેના મોતના પગલે હોસ્પિટલમાં પણ હોબાળો મચી ગયો હતો.
પ્રેગ્નેન્સીનો દુખાવો ઉપડતા હોસ્પિટલ લાવવામાં આવી મહિલાને :
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના માંડવા ગામમાં રહેતી એક ગર્ભવતી મહિલાને પ્રેગ્નેન્સીનો દુખાવો ઉપાડતા જ તેને ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં મહિલાની નોર્મલ ડિલિવરી થઇ શકે તેમ ના હોવાના કારણે લાંબા સમય સુધી રાહ જોવાનું કહેવામાં આવ્યું અને પછી તેના પરિવારના સભ્યો સાથે બેસીને તાત્કાલિક ઓપરેશન દ્વારા જ ડિલિવરી કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો.
બાળકને જન્મ આપ્યા બાદ આવ્યો હાર્ટ એટેક :
જેના બાદ મહિલાએ એક બાળકને જન્મ પણ આપ્યો. પરંતુ આ દરમિયાન જ ઓપરેશન દરમિયાન મહિલાને હાર્ટ એટેક આવતા જ તેનું મોત નીપજ્યું હતું. જેને લઈને પરિવારના સભ્યોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને તેમને હોસ્પિટલમાં હોબાળો મચાવીને મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી હતી. આ ઘટના અંગે જાણ થતા જ ધરમપુર પોલીસ અને આદિવાસી સમાજના અગ્રણીઓ પણ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. મહિલાના પરિવારજનોએ હોસ્પિટલના તબિબિ પર બેદરકારીનો આરોપ પણ લગાવ્યો હતો.
પરિવારે હોસ્પિટલમાં મચાવ્યો હોબાળો :
હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું કે બાળકે ડિલિવરી પૂર્વે જ માતાં ગર્ભમાં ટોયલેટ કરી દીધું હતું. જેના કારણે લાંબો સમય સુધી રાહ જોઈ શકાય તેમ નહોતું અને તાત્કાલિક ઓપરેશનનો નિર્ણય પરિવારના સભ્યો સાથે બેસીને લેવામાં આવ્યો. ઓપરેશન દરમિયાન બાળકને જન્મ આપ્યા બાદ મહિલાનું હૃદય બંધ થઇ ગયું હતું. જેથી તબીબોએ CPR આપીને મહિલાનો જીવ બચાવવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ મહિલાને બચાવી શકાઈ નહિ.
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં