...
   

રાજકોટ સિવિલની બેદરકારી ! જે મહિલાની પ્રસુતિ જ નહોતી થઈ તેના પરિવારને મૃત બાળક સોંપ્યુ, સ્મશાન ગયા પછી ખબર પડી…

રાજકોટ સિવિલમાં સ્ત્રીની પ્રસૂતિ થયા વિના જ પરિવારને બીજાનું મૃત બાળક સોંપ્યું- જાણો સમગ્ર મામલો

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

ગુજરાતમાંથી ઘણીવાર હોસ્પિટલની બેદરકારીના એવા એવા મામલા સામે આવે છે કે જાણી કોઇ પણ ચોંકી ઉઠે. હાલમાં જ રાજકોટમાંથી જીવિત બાળકની માતાને મૃત બાળક આપી દેવાનો કિસ્સો સામે આવ્યો. રાજકોટની સિવિલ હોસ્પિટલના કે.ટી.ચિલ્ડ્રન વિભાગમાં કાલાવડની પ્રસુતાને બે બાળકો જન્મ્યા અને તેમાં એકનું સારવાર દરમિયાન મોત થયુ.

તે બાળક અન્ય પ્રસુતાના સબંધીને આપી દેતા તેઓ સ્મશાને પહોંચ્યા હતા અને તે પછી સમગ્ર હકીકત બહાર આવી હતી. પ્રાપ્ત વિગત અનુસાર, કાલાવડના ખરેડી ગામે રહેતા 20 વર્ષિય રાધિકાબેન પરમારને પ્રસુતીની પીડા ઉપડતા તેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઝનાના વિભાગમાં દાખલ થયા હતા. તે પછી તેમણે જૂડવા બાળકોને જન્મ આપ્યો. જો કે, તેમાં એકનું સારવાર દરમિયાન મોત થયુ.

રાધિકાબેન જે વોર્ડમાં દાખલ હતા તે વોર્ડની બાજુના બેડમાં રાજકોટના પ્રેમીબેન પણ દાખલ હતા. તેમણે પણ તે જ સમયે પુત્રને જન્મ આપ્યો અને બંને પ્રસુતાના પુત્રની સારવાર ચાલુ હતી. ત્યારે નર્સે લોબીમાં બૂમ પાડી કહ્યું કે, રાધિકાબેનના સગા-સંબંધી વોર્ડમાં આવે. જો કે સમજવામાં ભૂલ થતાં પ્રેમીબેનના પતિ વોર્ડમાં દોડી ગયા અને તેમને કહેવામાં આવ્યું કે, તેમના પુત્રનું અવસાન થયું છે.

તે પછી વોર્ડમાંથી ડેથ સર્ટિફિકેટ અને મૃત બાળક આપવામાં આવ્યું. બાળકનું મોત થયુ હોવાની જાણ થતા જ પ્રેમીબેન અને સંજયભાઈ આઘાતમાં સરી પડ્યા હતા અને ડેથ સર્ટિફિકેટ લઈને સંજયભાઇ બાળકોના સ્મશાને ગયા. જો કે, ત્યાં રહેલા સ્ટાફે રસિદ વાંચી તો તેમણે પૂછ્યુ કે તમે રાધિકાબેનના સબંધી છો તો સંજયભાઈએ ના કહ્યા બાદ તેઓ બાળકના મૃતદેહને લઈ ફરી હોસ્પિટલે પહોંચ્યા અને વોર્ડમાં હકીકત જણાવી.

જે પછી મૃત બાળકનો કબજો રાધિકાબેનના સબંધીને સોંપવામાં આવ્યો. તેમજ પ્રેમીબેનને જીવિત બાળક આપવામાં આવ્યુ અને તેમનો આઘાત હર્ષમાં ફેરવાઇ ગયો. તેમની આંખમાંથી હરખના આંસુ સરી પડ્યા. સ્મશાનમાં રહેલ સ્ટાફને કારણે ગંભીર ભુલ થતા અટકી હતી.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina