હેલીકૉપ્ટર દ્વારા સાસરે પહોંચેલી આ કન્યાને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા, ગામમાં જામ્યો સેલિબ્રિટી આવ્યા હોય એવો માહોલ

આજકાલ લગ્નનો માહોલ જાણે બદલાઈ ગયો છે, દરેક વ્યક્તિ પોતાના લગ્નને ખાસ બનાવવા મંગતા હોય છે અને તેમાં પણ આજે લગ્નની અંદર ઘણા લોકો લાખો રૂપિયા પણ ખર્ચી નાખે છે. કોરોનાના કારણે લગ્નના નિયમોમાં પણ ઘણા બદલાવ આવ્યા છતાં પણ ઘણા લોકોએ એવા વટથી લગ્નો કર્યા જેની ચર્ચાઓ ઠેર ઠેર છવાઈ ગઈ.

એવા જ એક લગ્નની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. આ લગ્નની અંદર ખાસ વાત એ હતી કે કન્યા હેલીકૉપ્ટર દ્વારા પોતાના સાસરે આવી પહોંચી અને હેલીકૉપ્ટરમાં આવેલી આ કન્યાને જોવા માટે ગામના લોકો ટોળે વળીને ઉમટી પડ્યા હતા, સમગ્ર માહોલ જાણે એવો બની ગયો કે ગામની અંદર કોઈ સેલેબ્રીટી આવી ગયો હોય.

આ અનોખા લગ્ન યોજાયા છે યુપીના બરેલીમાં. જ્યાં ગ્રામ પ્રધાન હેલીકૉપ્ટર દ્વારા સાસરે પહોંચી હતી. તેને જોવા માટે ઘણા લોકો ત્યાં આવી પહોંચ્યા હતા. તો પોલીસ પણ હેલિપેડની આસપાસ સજાગ રહેલી જોવા મળી હતી.

આ બાબતે મળી રહેલી વધુ વિગતો અનુસાર ઉત્તર પ્રદેશના બરેલીના આંવલા કસ્બાની મહિલા પ્રધાન હેલીકૉપ્ટર દાવર સાસરે પહોંચી તો તેને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી. નવી નવેલી દુલ્હનને જોવાની ઉત્સુકતા એટલા માટે પણ હતી કે તે પહેલીવાર ચૂંટણી જીતી અને ગામની અંદર આવી હતી. કોર્ટ મેરેજ કર્યા બાદ સુનિતા વર્માએ સાસરીમાંથી ચૂંટણી લડી હતી અને મોટા પ્રમાણમાં મત મેળવી જીત પણ હાંસિલ કરી હતી.

બરેલીના રામનગર કસ્બાના ગામ આલમપુર કોર્ટની પ્રધાન સીટ ઘણીવાર પૂર્વ બ્લોક પ્રમુખ શ્રીપાલ સિંહ લોધીના પરિવારમાં રહી છે. તેમના દીકરા ઉમેન્દ્રના લગ્નની તારીખ પંચાયતી ચૂંટણી પછી આવી. પરંતુ ચૂંટણીના કારણે તેમને દીકરાના કોર્ટ મેરેજ કરાવી પોતાની પુત્રવધુ સુનિતાને ચૂંટણી લડાવી દીધી. સુનિતા વર્મા ફક્ત ચૂંટણીનું આવેદન ભરવા આવી હતી. ત્યારબાદ પ્રચાર તેના સાસરીના પક્ષના લોકો દ્વારા કરવામાં આવ્યું અને તે ચૂંટણી જીતી ગઈ.

ચૂંટણી જીત્યા બાદ તેમને પોતાની પુત્રવધુ સુનિતાને શાહી રીતે પિયરથી વિદાય કરીને લાવવાનું મન બનાવ્યું. તેમને ચાર લાખ રૂપિયા ખર્ચ કરીને પોતાની પુત્રવધૂને હેલીકૉપ્ટર દ્વારા ગામમાં લાવવામાં આવી. જેને જોવા માટે ગામ અને આસપાસના વિસ્તારના લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

પ્રધાન સુનિતા વર્માના પતિ ઓમેન્દ્ર સિંહ લોધીએ કહ્યું કે મારી બાળપણથી ઈચ્છા હતી કે હું હેલીકૉપ્ટરમાં સફર કરું. મારી ઈચ્છા મારા પપ્પાએ પૂર્ણ કરી. હું મારા માતા પિતાનો સદાય આભારી રહીશ. મેં જયારે પણ મારા માતા પિતા પાસે કોઈપણ વસ્તુ માંગી છે, તેમને ક્યારેય ના નથી પાડી.

Niraj Patel