Viral Video: તરસથી તડપતી ખિસકોલીને આ મહિલાએ પાયું પાણી, લોકોએ કહ્યું, માનવતા હજુ જીવે છે

આમ તો સોશિયલ મીડિયા પર રોજ લાખોની સંખ્યામાં વીડિયો અપલોડ થાય છે. તેનાથી લોકોનું મનોરંજન પણ થાય છે. આમાના કેટલાક વીડિયો એટલા હાર્ટ ટચિંગ હોય છે કે તેને જોયા બાદ તમે વિચારમાં પડી જાવ છો. તો બીજી તરફ મનુષ્યો અને જાનવરોનો સંબંધ વર્ષો જુનો છે. બન્ને એકબીજાની વર્ષોથી મદદ કરતા આવ્યા છે. હવે સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થયો છે. જેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. ખિસકોલી અને મહિલાના આ વીડિયોએ લોકોને વિચારતા કરી દીધા છે.

હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. જો કે હજી પણ લોકોને ગરમીમાંથી રાહત મળી નથી. ભીષણ ગરમીના કારણે પાણીની તરસ પણ ખુબ લાગે છે. માણસો તો તરસ લાગે તો પોતાના માટે પાણીની વ્યવસ્થા કરી લે છે પરંતુ જાનવરો કે પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી એટલી સરળ નથી હોતી. તેઓને જંગલી પશુથી લઈને મનુષ્યોને પણ ડર રહે છે. આવા સમયે જો તેમને તરસ લાગે તો કેવી હાલત થાય તે આપણે સમજી શકીએ છીએ.

આ વીડિયોમાં તમે જોશો કે, એક મહિલા તરસી ખિસકોલીને બોટલ વડે પાણી પાઈ રહી છે. ખિસકોલી બે પગે ઉભી રહીને બોટલમાંથી પાણી પી રહી છે. વીડિયો જોતા તમે ખબર પડી જશે કે ખિસકોલી કેટલી તરસી છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ મહિલાની ખુબ પ્રશંસા કરી રહ્યા છે. આ વીડિયોને Buitengebieden નામના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ મહિલાએ અનેક લોકોને પ્રેરણા આપી છે. આવી ગરમીમાં લોકોને તો એસી રુમમાં રહીને રાહત મેળવે છે પરંતુ મુંગા જાનવરોની હાલત ખરાબ થઈ જાય છે. તેથી આવા સમયે તેમની મદદ કરી જરૂરી બને છે.

YC