અજબગજબ

ઘોર કળિયુગ: છોકરીએ તેના ભાઈના બાળકને આપ્યો જન્મ, એવું તો શું કારણ હતું, ચોંકાવનારી ઘટના

અત્યારના સમયમાં જયારે વિશ્વભરમાં સરોગસી ખૂબ જ ચર્ચામાં છે ત્યારે બ્રિટનમાં સરોગસીનો એક અલગ જ કિસ્સો જોવા મળ્યો છે. સામાન્ય રીતે બાળક માતાના પેટમાંથી જન્મ લે છે અને જન્મ બાદ તેને પિતા, ફોઈ, કાકા, ભાઈ-બહેન જેવા સંબંધો મળે છે.

જયારે બ્રિટનની 27 વર્ષીય યુવતીએ પોતાના ભત્રીજાને જન્મ આપ્યો છે. આ એક અજીબ પ્રકારનો સંબંધ છે, પણ આ ખબર હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. બ્રિટનના કુમબરિયાની રહેવાસી ૨૭ વર્ષીય યુવતી ચૈપલ કૂપરે પોતાના જ ભાઈ સ્કૉટ સ્ટીફેન્સનની દીકરીને જન્મ આપ્યો, અને ખાસ વાત એ હતી કે ચૈપલે સામાન્ય ગર્ભધાન નહિ, પણ એક સરોગેટ મધરના રૂપમાં ભાઈના બાળકને જન્મ આપ્યો.

ચૈપલનો ભાઈ સ્કૉટ સ્ટીફેન્સન ગે હતો અને તેને બાળક જોઈતું હતું. પરંતુ ગઈ હોવાને કારણે તેનું બાળક થવું સંભવ ન હતું. ત્યારે સ્કૉટ અને તેના બોયફ્રેન્ડે મળીને નક્કી કર્યું કે તેઓ સરોગસી દ્વારા બાળક પ્રાપ્ત કરશે. પરંતુ સરોગસી માટે કોઈ અજાણી મહિલા પર તેઓ વિશ્વાસ કરી શકતા ન હતા.

Image Source

એવામાં ચૈપલે નક્કી કર્યું કે એ સ્કોટના સ્પર્મ દ્વારા સરોગસીથી ભાઈના બાળકને જન્મ આપશે. એટલે ચૈપલે ભાઈ સ્કોટના ગે પાર્ટનર માઈકલ સ્મિથના સ્પર્મ દ્વારા બાળકને જન્મ આપ્યો. ત્રણેયની સહેમતી બાદ હોસ્પિટલમાં ફર્ટિલાઇઝેશન માટે ચૈપલ કૂપરના એગ સેલ અને ભાઈના પાર્ટનરના સ્પર્મનો ઉપયોગ કરવામાં આવ્યો અને ચૈપલે નવ મહિના સુધી બાળકને પેટમાં રાખ્યું, અને પછી એક દીકરીને જન્મ આપ્યો. દીકરીને જન્મ આપતા જ તે દીકરીની બાયોલોજીકલ મા પણ બની ગઈ છે અને સ્કૉટ અને સ્મિથ એક બાળકીના પેરેન્ટ્સ બની ગયા છે.

Image Source

ચૈપલ પહેલેથી જ એક દીકરીની માતા છે અને તે પોતાના ભાઈને ખુશ જોવા માંગતી હતી. જયારે એને ખબર પડી કે ભાઈ અને તેનો પાર્ટનર સરોગસી માટે એક મહિલાની ખોજ કરી રહયા છે ત્યારે એને આના વિશે વાંચ્યું અને જાણકારી મેળવી કે સરોગસી કે એડોપશન ખૂબ જ ખર્ચો થાય છે

જેને ઉઠાવવો એના ભાઈ અને તેના પાર્ટનર માટે ખૂબ જ અઘરું હશે. ત્યારે એને જાતે જ સરોગેટ મધર બનવાનું નક્કી કર્યું અને ભાઈની મદદ કરવાનો નિર્ણય કર્યો. બાળકીના જન્મ બાદ હવે ચૈપલ એ બાળકીની માતા પણ છે અને ફોઈ પણ છે. બાળકીના જન્મથી સ્કૉટ અને તેનો પાર્ટનર ખૂબ જ ખુશ છે.

તેઓએ ચૈપલનો ધન્યવાદ કરતા ફેસબૂક પર એક પોસ્ટ લખી છે અને તેઓએ લખ્યું છે કે કૂપરની હિંમ્મત અને દરિયાદિલીએ તેમના જીવનમાં ખુશીઓ ભરી દીધી છે. તેમને લખેલી આ પોસ્ટના ખૂબ જ વખાણ થઈ રહયા છે. બાળકીની માતા અને ફોઈ ચૈપલે જણાવ્યું કે તે આ બાળકીના જીવનનો એક મોટો ભાગ બનીને રહેશે પણ એક માતા તરીકે નહિ. તે આ બાળકી મોટી થયા બાદ તેને હકીકત પણ જણાવશે

અને તે આ બાળકીને પોતાની ભત્રીજી તરીકે જ ઉછેરશે. તેને જણાવ્યું હતું કે જો હું બાળકીને ફરી ક્યારેય જોઈ શકવાની ન હોતે તો હું આ કરી શકતે નહિ. પણ હું બાળકીની ફોઈ છું, એ વાતે આ બધી જ પ્રોસેસ મારા માટે સરળ બનાવી દીધી.