આ મહિલાએ એક બે ત્રણ નહિ પણ આટલા બાળકોને જન્મ આપ્યો, આંકડો જાણીને ખળભળી ઉઠશો

દરેક મહિલાનું સપનું હોય છે કે તે લગ્ન પછી માં બને અને સ્વસ્થ બાળકને જન્મ આપે. માં બનવું મહિલાનું નવું જીવન માનવામાં આવે છે. માં બનવાથી જાણે કે પતિ-પત્નીના નવા જીવનની શરૂઆત થતી હોય છે ! એવામાં અમૃતસરની સરકારી મેડિકલ કોલેજ ગુરુનાનક દેવ હોસ્પિટલમાં સરબજીત નામની મહિલાએ એક સાથે ચાર બાળકોને જન્મ આપ્યો છે. આવું અમૃતસરમાં પહેલી વાર બન્યું છે કે કોઈ મહિલાએ એકસાથે આટલા બાળકોને જન્મ આપ્યો હોય.આ ઘટનાથી ડોકટરો પણ હેરાન રહી ગયા છે.

મૂળ કોટ ખાલસાની રહેનારી સરબજીત કૌરના ઘરે ચાર બાળકોનો જન્મ થયો છે જેમાં બે દીકરાઓ અને બે દીકરીઓ છે. જણાવી દઈએ કે સરબજીત પહેલાથી જ એક દીકરીની માં છે.ગત મંગળવારે ગુરુનાનક દેવ હોસ્પિટલમાં બાળકોનો જન્મ થયો હતો, ડોક્ટરોના અનુસાર ડીલીવરીની પ્રક્રિયામાં દોઢ કલાકનો સમય લાગ્યો હતો. એક સાથે ચાર બાળકોના જન્મથી પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો અને પરિવારે હોસ્પિટલમા મીઠાઈઓ પણ વહેંચી હતી.

સરબજિતે કહ્યું કે તે પહેલાથી જ એક દીકરીની માં હતી અને તેને એક દીકરાની ઈચ્છા હતી.એવામાં બે દીકરા અને બે દીકરીઓના જન્મથી તેની આ ઈચ્છા પૂર્ણ થઇ ગઈ છે.જો કે તેના બાળકો સમય કરતા પહેલા જ જન્મી ગયા હતા અને દરેકનું વજન દોઢ કિલોગ્રામ જેટલું છે.એવામાં બે બાળકોને આઇસીયુ અને બે બાળકોને ફોટોથેરાપી મશીનમાં રાખવામાં આવ્યા છે અને તેની મોનીટરીંગ કરવામાં આવી રહી છે.સરબજીત કૌરની ડિલિવરી કરનારા ડોકટરે કહ્યું કે તે પાંચ વર્ષથી આ હોસ્પિટલમાં કામ કરી રહ્યા છે અને એક સાથે ચાર બાળકોનો જન્મ થયો હોય તેવું પહેલી વાર બન્યું છે. અમુક સમય પહેલા એક મહિલાએ ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો.તેની ટિમ ચારે બાળકોનું સંપૂર્ણ રીતે ધ્યાન રાખી રહી છે.

Krishna Patel