વાયરલ

આ મહિલાએ પોતાના માથા પર બનાવ્યું પોતાના પતિના નામનું ટેટુ, વીડિયો જોઈને લોકો બોલ્યા…”આજ સાચો પ્રેમ કહેવાય…”, જુઓ તમે પણ

પહેલાની સ્ત્રીઓ હાથ પર પોતાના પતિના નામનું ટેટુ બનાવતી હતી, હવે આ મહિલાએ કપાળ પર પતિનું નામ લખાવીને લોકોને કર્યા હેરાન, જુઓ વીડિયો

Husbands Name Tattooed On Forehead : આજે જમાનો ખુબ જ આગળ વધી રહ્યો છે. ફેશન પણ એટલી જ પૂર ઝડપે વધી રહી છે. ત્યારે આજના સમયમાં ટેટુનો પણ ક્રેઝ વધ્યો છે અને લોકો પોતાના શરીર પર એવી એવી જગ્યાએ ટેટુ બનાવતા હોય છે કે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. ત્યારે હાલ એક મહિલાએ પોતાના કપાળ પર પોતાના પતિના નામનું ટેટુ બનાવ્યું છે.

આ મહિલા બેંગ્લોરની રહેવાસી છે. તેનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જેના પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આમાં મહિલા ખુરશી પર બેઠેલી જોઈ શકાય છે. જ્યારે ટેટૂ આર્ટિસ્ટ તેના કપાળ પર સતીશ લખી રહ્યો છે, જે મહિલાના પતિનું નામ છે. સૌ પ્રથમ, ટેટૂ કલાકાર એક કાગળ પર તેના પતિનું નામ લખે છે. પછી તે સ્ત્રીના કપાળ પર ચોંટાડે છે.

આ પછી તે મશીનથી ટેટૂ બનાવે છે. આ દરમિયાન મહિલા પણ નર્વસ થઈને આર્ટિસ્ટને રોકવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. વીડિયો શેર કરતી વખતે તેના કેપ્શનમાં ‘True Love’ લખવામાં આવ્યું છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કર્યા બાદથી 2.69 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે અને તેને 1.25 કરોડથી વધુ લોકોએ જોયો છે.

ત્યારે આ વીડિયો પર લોકો અલગ અલગ પ્રતિભાવ પણ આપતા જોવા મળી રહ્યા છે. વીડિયો પર ટિપ્પણી કરતા એક યુઝરે કહ્યું, “આ મૂર્ખતા સિવાય બીજું કઈ નથી, સાચા પ્રેમને સાબિત કરવાની જરૂર નથી, તે તમારી સંભાળ, સ્નેહ અને પ્રાથમિકતા દ્વારા અનુભવી શકાય છે. અન્ય એક યુઝરે કહ્યું, ‘આટલી મૂર્ખતાથી તમારા સાચા પ્રેમને સાબિત ન કરો.’