અજબગજબ

પોતાના જ દીકરા માટે મા બની આ સ્ત્રી, આપ્યો પોતાની જ પૌત્રીને જન્મ… કારણ જાણીને થઇ જશો હેરાન

આજકાલ સરોગસી દ્વારા મા બનવાનું ખૂબ જ ચલણ ચાલ્યું છે. બોલીવૂડના સેલેબ્સથી લઈને ઉદ્યોગપતિઓ પણ પોતાના વંશને આગળ વધારવા માટે વિજ્ઞાનની આ ટેક્નિકનો સહારો લઇ રહયા છે. ત્યારે સરોગસીને લઈને એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જેમાં એક માએ પોતાના જ દીકરાની દીકરીને જન્મ આપ્યો છે.

Image Source

અમેરિકાના નેબ્રાસ્કાની રહેવાસી 61 વર્ષીય સેસિલ એલેઝે પોતે જ પોતાના ગે દીકરાની દીકરીને જન્મ આપો છે. એટલે કે તેને પોતે જ પોતાની પૌત્રીને જન્મ આપ્યો. સેસિલનો દીકરો મેથ્યુ એલેઝ પોતાના પતિ એલિયટ ડોગર્ટી સાથે રહે છે. તેઓ બંને પોતાના બાળક માટેનું પ્લાનિંગ કરી રહયા હતા, ત્યારે જ તેની માએ જાતે સરોગેટ બનવાની ઈચ્છા વ્યક્ત કરી.

Image Source

ખબરો અનુસાર, સેસિલે જણાવ્યું કે જયારે તેને ખબર પડી કે તેમનો દીકરો અને તેનો પાર્ટનર ડોગર્ટી પોતાનો પરિવાર આગળ વધારવા માંગે છે, ત્યારે તેને તરત જ પ્રસ્તાવ રાખ્યો તો મેથ્યુએ હસતા કહ્યું કે કેમ નહિ! તેને જયારે ઘરમાં આ વાતનો પ્રસતાવ મુક્યો ત્યારે તેમની ઉંમર 59 વર્ષ હતી.

Image Source

બધાએ જ કહ્યું કે આ કલ્પનાને હકીકતમાં ન બદલી શકાય. કેટલાક લોકો તો આને ઘણા દિવસો સુધી મજાક સમજી રહયા હતા. પરંતુ, જયારે ડોક્ટરને આખી વાત જણાવી તો ડોકટરે કહ્યું કે આ માનું જ સરોગેટ માતા બનવું એક કારગર વિકલ્પ બની શકે છે.

Image Source

સેસિલના કેટલાક ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાં હાર્ટ, કોલેસ્ટ્રોલ અને સ્ટ્રેસિસનો સમાવેશ કરવામાં આવ્યો હતો, એ બધા જ રિપોર્ટ્સ નોર્મલ આવ્યા. અને આખરે તે પોતાના દીકરાના બાળક માટે સરોગેટ મધર બની અને સ્વસ્થ રીતે પોતાની પૌત્રીને જન્મ આપ્યો.

Image Source

મેથ્યુ એલેઝ અને એલિયટ ડોગર્ટીએ કહ્યું કે તેમના જીવનમાં આ સંભવ માત્ર તેમના જીવનનો ભાગ બની રહેલી સ્ત્રીઓ એલેઝની મા અને ડોગર્ટીની બહેનના કારણે સંભવ થયું. એલેઝની મા સેસિલ બાળકને પોતાના ગર્ભમાં રાખ્યું અને સ્વસ્થ બાળકને જન્મ આપ્યો અને ગર્ભ ધારણ કરવા માટે ડોગર્ટીની બહેને પોતાના એગ્સ ડોનેટ કર્યા. મેથ્યુ એલેઝે કહ્યું હતું કે અમારા જીવનમાં નિસ્વાર્થ સ્ત્રીઓ છે.

Image Source

મેથ્યુ એલેઝની માતાને છેલ્લે સુધી લાગતું હતું કે તે આ બાળકને જન્મ નાહોઇ આપી શકે અને ડોક્ટર્સ તેને કહી એશે કે તે સરોગેટ મધર બનવા માટે સક્ષમ નથી પણ ડોક્ટર્સે કહ્યું કે કોઈ પણ એવું કારણ નથી કે તમે બાળકને 9 મહિના સુધી રાખીને જન્મ ન આપી શકો. બધી જ બરાબર હતું.

Image Source

સેસિલ તેના દીકરા મેથ્યૂને જન્મ આપતા વખતે જેટલી કેરફૂલ હતી એ કરતા પણ આ વખતે તે વધુ કેરફૂલ રહી હતી. તેને કોફી પણ છોડી દીધી હતી. એ પછી મેથ્યુ એલેઝનું સ્પર્મ અને ડોગર્ટીની બહેનના એગ્સ લઈને વિટ્રો ફર્ટિલાઇઝેશન દ્વારા આ બાળકનું ગર્ભાધાન થયું.

Image Source

મેથ્યુ એલેઝે જણાવ્યું હતું કે એક હેરડ્રેસર અને શિક્ષકનો પગાર મળીને તેમની પાસે એટલા પૈસા ન હતા, એટલે તેમના માટે બાળકની સાથે જ સરોગેટ મધર અને એગ ડોનરને પૈસા આપવાનું મુશ્કેલ બની જાત.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.