દેશભરમાં મહિલાઓ સાથે છેડછાડ અને દુષ્કર્મ થવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે, ઘણા લોકો મહિલાઓ કે છોકરીઓ જયારે રસ્તા ઉપરથી પસાર થતી હોય છે ત્યારે તેમની છેડતી પણ કરતા હોય છે અને મહિલાઓ તેમજ યુવતીઓ આવી છેડતી મૂંગા મોઢે સહન કરી પણ લેતી હોય છે. કારણ કે સ્ત્રીઓને બદનામીનો ડર હોય છે.
પરંતુ હાલ એક એવી ઘટના સામે આવી રહી છે જેને સ્ત્રીની શક્તિ અને સાહસનું એક ઉમદા પ્રમાણ પૂરું પાડ્યું છે. સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં બે રોડ રોમિયો દ્વારા મહિલાની છેડતી કરવામાં આવતા મહિલાએ આ બંને યુવકોને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.
આ ઘટના સામે આવી છે મધ્ય પ્રદેશના બૈતુલમાંથી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક મહિલા બે યુવકોને પોતાના ચપ્પલથી ફટકારી રહી છે અને યુવકો હાથ જોડીને મહિલાની માફી માંગી રહ્યા છે. વીડિયોના અંતમાં બંને યુવકો મહિલાના પગમાં પડીને તેને પગે લાગીને માફી માંગતા જોવા મળે છે.
સ્થાનિક લોકોના જન્યા અનુસાર આ મહિલા જયારે બજારમાંથી તેના ઘર તરફ જઈ રહી હતી ત્યારે બે યુવકોએ મહિલા ઉપર અશ્લીલ ટિપ્પણી કરી હતી. પહેલા મહિલાએ બંને યુવકોને સમજાવ્યા અને ત્યાંથી ભગાડ્યા છતાં પણ આ યુવકો માન્યા નહિ અને ફરીથી તે મહિલાની છેડતી કરવા લાગ્યા, જેના કારણે મહિલાને ગુસ્સો આવ્યો.
View this post on Instagram
ગુસ્સે ભરાયેલી મહિલાએ ભર બજારમાં બંનેની ચપ્પલથી મેથીપાક ચખાડ્યો હતો. યુવકો ઊંધા પડી ગયા તે છતાં પણ મહિલા તેમને ચપ્પલથી મારતી રહી અને ત્યાં ઉભેલા લોકો પણ તમાસો જોતા રહ્યા. આ મામલે હજુ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. બંને યુવકો છેલ્લે મહિલાના પગમાં પણ પડ્યા હતા અને માફી માંગવા લાગ્યા હતા.