ખબર

કોરોનાના જંગ સામે જીતનારી યુવતીની કહાની છે ડરવા જેવી, યુવતીએ કહ્યું કે- હું લગભગ મરી જ ગઈ…

હાલ વિશ્વભરમાં કોરોના જેવી મહામારીથી સામે ઝઝૂમી રહ્યું છે. હાલ એક કોરોનાથી સંક્રમિત થયેલી એક યુવતીએ આપવીતી જણાવી હતી.સાત વર્ષ પહેલા રિયા લખાનીની તબિયત ખરાબ થઇ હતી. રિયાને અન્નનળીમાં મુશ્કેલી હતી. આ એક એવી પરીસ્થિતિ છે જેને મેડિકલમાં ટર્મ્સ એકાલેસિયા કહેવામાં આવે છે થોડા વર્ષો સુધી તો ગમે તે રીતે મેનેજ કરતી હતી. પરંતુ તેને આખરે નિર્ણય કર્યો કે તેની સર્જરી કરવી પડશે.

Image source

રિયાની લંડનની એક હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી. જે બાદ તેને શ્વાસ લેવામાં તકલીફ શ્રી થઇ હતી. તાવ ચડવા લાગ્યો હતો. લોકોએ વિચાર્યું કે, રિયાને ઇફેક્ટ લાગે છે પરંતુ સાવધાની જોતા તેને કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવ્યો હતો.
બીબીસીમાં છપાયેલી રિપોર્ટ અનુસાર, જેવી ખબર પડી કે તુરંત જ તેને આઇસોલેટ કરી દીધી હતી. રિયાની તબિયત બાદમાં બગડતી હતી જેને કારણે તેને ઓક્સિજન પણ આપવો પડતો હતો. આ આબાદ તેને કોવીડ-19 ટ્રીટમેન્ટ સેન્ટરમાં મોકલી દેવામાં આવી હતી. ત્યાં તેને શ્વાસ લેવામાં ઘણી મુશ્કેલી પડતી હતી.

Image source

રિયાએ વધુમાં જણાવ્યું હતું કે. હું મરવાની અણી પર જ હતી. હું ત્યાંથી પરત ફરી જ ના શકી હોત. જયારે મેં મારી પરિવારજનો માટે ચીઠી લખવાનું શરૂ કરી દીધું હતું. હું મરીને ફરી જીવી છું.

વધુમાં રિયાએ જણાવ્યું હતું કે, મને ખબર ના હતી કે, હું કાલનો સૂરજ જોઈ શકીશ કે નહીં. કંઇ પણ પાકું ના હતું. મને પહેલાથી જ ખબર હતી કે, હું મારા પરિવારજનોને કેટલો પ્રેમ કરું છું. મને એ પળમાં ખબર પડી કે મને મારા પરિવારજનોની કેટલી જરૂરત છે. જયારે હું હોસ્પિટલમાંથી બહાર આવી તો હું શબ્દોમાં વર્ણવી ના શકું એટલું સારું મહેસુસ થયું હતું. હું હવે કોઈ પણ વસ્તુને હળવાશથી નહીં લઉં.

હોસ્પિટલમાંથી મારુ બહાર નીકળવું જરૂરી હતું. હોસ્પિટલમાંથી બહાર નીકળતી વખતે એક ડ્રામેટિક ગીત વાગી રહ્યું હતું. હું હસતા અને રડતા હાથ હલાવતા હોસ્પિટલની બહાર જઈ રહી હતી. આ એક ભાવુક અને ખાતી-મીઠી ક્ષણ હતી. હું ઘરે આવવાથી ઘણી ખુશ હતી. પરંતુ મને અપરાધબોજ પણ લાગી રહ્યું હતું. હું ઈચ્છું છું કે,જે લોકો હોસ્પિટલમાં છે તે લોકોને પણ ખુશી-ખુશી બહાર નીકળવાનો મોકો મળે.

હાલ રિયા લંડનમાં છે. રિયા તેના પતિને પણ ગળે મળી શકી ના હતી. તેના પેરેન્ટ્સ અને તેના ભાઈ-બહેનને પણ નથી જોઈ શકતી. કારણકે તે હાલ આઇસોલેશનમાં છે.

Image source

વધુમાં રિયાએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં દાખલ હોવા દરમિયાન ડોક્ટરોએ મને એક મિનિટ માટે પણ એકલી છોડી ના હતી. સૌથી મુશ્કેલ સમયમાં તે લોકોએ વર્ક સ્ટેશન મારા બેડ પર લગાવી દીધું હતું. તે લોકો ત્યાં જ કામ કરતા હતા. તે લોકોએ મને તેનો બધો જ સમય આપ્યો હતો. મારા પેરેન્ટ્સ અને મારા પતિને લગાતાર કોલ કરીને અપડેટ આપતા હતા. કોરોના મારા ફેફસા સુધી પહોંચી ગયો હતો. આ 2 અઠવાડિયા દરમિયાન મારા પરિવારની જિંદગી ઉલટપુલટ થા ગઈ હતી.
વધુમાં રિયાએ જણાવ્યું હતું કે, ‘શ્વાસ લેવી એ એક કુદરતી પ્રક્રિયા છે. પરંતુ હવે મારે શ્વાસ લેવાનું અને છોડવાનું પણ યાદ રાખવું પડશે.’

Image source

જણાવી દઈએ કે, રિયાને હજી પણ રાત્રે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. ઉધરસ આવે છે. કેટલીકવાર તે ફેફસાંમાં તિરાડ જેવું લાગે છે. પરંતુ રિયા ખુશ છે કે તે કોરોના વાયરસને હરાવીને જીવતી પાછી આવી છે.

યુકેમાં હજુ પણ કોરોવાઈરસથી ચેપ લાગવાનો ભય વ્યાપક છે. વડા પ્રધાન બોરિસ જહોનસન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તે પણ હોસ્પિટલમાં દાખલ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.