સ્કૂટી પરથી જાતે જ પડી મહિલા, પાછળ આવી રહેલા બાઇક સવાર પર લગાવ્યો આરોપ ! વાયરલ થઇ રહ્યો છે વીડિયો

સારું થયું બુલેટ વાળાનું વીડિયો રેકોર્ડિંગ ચાલુ હતું એટલે બચ્યો… જુઓ કેમરામાં એવું તે શું કેદ થયું ? ભાઈ થઇ ગયા ફેમસ

તમે એ કહેવત તો સાંભળી જ હશે “નજર હટી દુર્ઘટના ઘટી”…આ કહેવત વધારે તો રસ્તા પર થતા અકસ્માત માટે વાપરવામાં આવે છે. આ કહેવતને ચરિતાર્થ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર આ દિવસોમાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ચાલતા ચાલતા અચાનક એક સ્કૂટી સ્લિપ થઇ જાય છે. પરંતુ પોતાની ભૂલ માનવાની જગ્યાએ સ્કૂટી સવાર મહિલા પાછળ આવી રહેલ છોકરા પર દોષ ઢોળતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલો આ વીડિયો જોઇ અંદાજ લગાવવો મુશ્કેલ નથી કે છોકરાની પિટાઇ થવાની છે પરંતુ પછી કંઇક એવું થયુ કે જેણે છોકરાને ધુલાઇથી બચાવી લીધો.

વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યુ છે કે આગળ જઇ રહેલ સ્કૂટી તેની જાતે જ પડી જાય છે, તેની ટક્કર કોઇ ગાડીથી પણ થતી નથી. ઈન્સ્ટાગ્રામ પર rvcjinsta નામના એકાઉન્ટ પર રોડ અકસ્માતનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક પુરુષ અને એક મહિલા ટુ વ્હીલર પર આરામથી જઈ રહ્યા છે, પરંતુ અચાનક તેમની સ્કૂટી સ્લીપ થઈ જાય છે તે બંને રસ્તા પર પડી જાય છે. જે બાદ મહિલા ઉભી થાય છે અને પાછળથી આવતા બાઇકસવાર પર બૂમો પાડવા લાગે છે કે અમે તમારી ટક્કરથી પડી ગયા, પરંતુ આ છોકરો પણ ખૂબ જ સ્માર્ટ નીકળ્યો.

આ છોકરાએ કહ્યુ કે તેણે કંઇ નથી કર્યુ. હું તમને વીડિયો બતાવી શકું છું. આ વીડિયોને જોઈને કેટલાક યુઝર્સે મજાકના સ્વરમાં લખ્યું – પિટાઇ થતા થતા રહી ગઇ. ત્યાં કેટલાકે કહ્યું કે કેમેરાનો આભાર. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે માત્ર કેમેરા જ પુરુષોને બચાવી શકે છે. જો કે કેટલાક લોકો આ વીડિયોને સ્ક્રિપ્ટેડ પણ ગણાવી રહ્યા છે. આ વીડિયો શેર કરતા એક યુઝરે લખ્યુ, કેમેરો હતો નહિ તો દીદી તો પોતાની રમત રમી ચૂકી હતી.આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પરથી શેર કરવામાં આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

સોશિયલ મીડિયા આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકો લાઇક કરી ચૂક્યા છે. નેટિજન્સ પણ આ વીડિયો પર મજેદાર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે આના પર કમેન્ટ કરીને લખ્યું, ‘આ જ રીતે દરેક જગ્યાએ પુરુષોને દોષિત ઠેરવવામાં આવે છે. GoPro દરેક વખતે બચાવતુ નથી. અન્ય એક યુઝરે લખ્યું, ‘આ ભયંકર કળિયુગ છે.’ તો એક યુઝરે લખ્યું કે, ‘તે એક મહિલા છે, તે કંઈ પણ કરી શકે છે.’ અન્ય એકે આના પર રમુજી ટિપ્પણી કરી અને લખ્યું, ‘આજકાલ ગોપ્રો હેલ્મેટ કરતાં સલામતી માટે વધુ મહત્વપૂર્ણ છે.’

Shah Jina