અમદાવાદની યુવતીએ બોમ્બે હાઇકોર્ટના જસ્ટિસને મોકલ્યા 150 કોન્ડોમના પેકેટ, જાણો તેની પાછળનું કારણ

આજકાલ ઘણા લોકો વિરોધ કરવા માટે અલગ અલગ કીમિયા અપનાવતા હોય છે, કોઈ રોડ વચ્ચે આંદોલન કરે છે તો કોઈ રસ્તા ઉપર દૂધ ધોળી દેતું જોવા મળે છે. પરંતુ હાલમાં એક કિસ્સો ખુબ જ ચર્ચામાં આવી રહ્યો છે. જેમાં અમદાવાદની એક મહિલાએ જજના નિર્ણયથી નાખુશ થઈને તેમને કોન્ડોમ ભેટમાં મોકલ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદની એક મહિલાએ બોમ્બે હાઇકોર્ટના અતિરિક્ત ન્યાયાધીશ ન્યાયમૂર્તિ પુષ્પા વી ગનેડીવાલાને 150 કોન્ડોમ મોકલ્યા છે. ન્યાયાધીશ દ્વારા હાલમાં જ યૌન શોષણ સાથે જોડાયેલા બે મામલામાં વિવાદિત નિર્ણય આપવાના કારણે ચર્ચામાં આવી હતી.

તેમને પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું. 12 વર્ષની બાળકીનું ટોપ ઉતાર્યા વગર સ્તનનો સ્પર્શ કરવો અને હાથ પકડીને પેન્ટની ચેઇન ખોલવી પોસ્કો અંતર્ગત અપરાધ નથી. જેના બાદ દેશભરમાં તેમની ખુબ જ આલોચના થઇ હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે અમદાવાદની રહેવા વાળી દેવશ્રી ત્રિવેદીનું કહેવું છે કે તેમને જસ્ટિસ પુષ્પાના નિર્ણયનો વિરોધ જતાવવા માટે તેમના ઘરે અને ઓફિસના એડ્રેસ ઉપર કોન્ડોમના 150 પેકેટ મોકલ્યા હતા.

દેવશ્રીનું કહેવું છે કે જસ્ટિસ પુષ્પાનું માનવું છે કે જો ચામડીને નથી સ્પર્ષવામાં આવતી તો સ્કિન ટચ નથી થતી તો તેને શું કહેવામાં આવશે ? દેવશ્રીનું કહેવું છે કે મેં એક કાગળ પણ જસ્ટિસ પુષ્પાને લખ્યો છે અને તેમના નિર્ણય ઉપર વિરોધ વ્યક્ત કર્યો છે. તેમને જસ્ટિસ પુષ્પાને નિલંબિત કરવાની માંગણી પણ કરી છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે નાગપુર બેન્ચના રજિસ્ટ્રી ઓફિસ તરફથી જણાવવામાં આવ્યું છે કે હજુ સુધી તેમને ત્યાં આ પ્રકારનું કોઈ પેકેટ નથી પહોંચ્યું. નાગપુર બાર એસોશિએશન ના વકીલ શ્રીરંગ ભંડારકરનું કહેવું છે કે આ અવનમાનના નો કેસ અને આ હરકત માટે મહિલા વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ.

જસ્ટિસ પુષ્પા ગનેડીવાલા બોમ્બે હાઇકોર્ટમાં એડિશનલ જજ છે. હાલમાં જ તેમને જે બે નિર્ણય આપ્યા તેના ઉપર ભારે વિવાદ સર્જાયો હતો. તે અમરાવતીની રહેવા વાળી છે.

YC