પોતાની જીવનભરની કમાણીમાંથી આ મહિલાએ લાખો રૂપિયા ખર્ચીને ખરીદ્યુ સપનાનું ઘર, પરંતુ પછી આવી રૂંવાડા ઉભા કરી દેનારી હકીકત.. હવે મહિલાને સતાવી રહ્યો છે મોતનો ડર
snakes slithering in the walls : દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તે પોતાનું ઘર (house) ખરીદે. આ ઘર ખરીદવા માટે માણસ આજીવન મહેનત કરતો હોય છે, એક એક રૂપિયો ભેગો કરતો હોય છે અને જયારે તે નવું ઘર ખરીદે છે ત્યારે તેની ખુશી પણ સાતમા આસમાને હોય છે. પરંતુ કોઈ વ્યક્તિ જો ઘર ખરીદે અને અંદર રહેવા જાય પછી તેને એવી વાત ખબર પડે કે જેના કારણે તેનો જીવ પણ જોખમમાં મુકાઈ જાય તો શું હાલત થાય ?

હાલ એક એવી જ ઘટના સામે આવી છે જેમાં એક મહિલાએ પ્રથમ વખત ઘર ખરીદ્યું હતું, પરંતુ જ્યારે તે કોલોરાડોમાં તેના ચાર બેડરૂમ, બે બાથરૂમવાળા ઘરની જાળવણી માટે મુલાકાત લે છે, ત્યારે તે આશ્ચર્યચકિત થઈ જાય છે. તેનું ઘર એવા મહેમાનોનું ઘર હતું, જેની તેણે અપેક્ષા પણ નહોતી કરી. આ બધું તેના માટે દુઃસ્વપ્ન જેવું હતું.

વાત એમ છે કે.. તે ઘરની દિવાલોની આસપાસ સાપ વીંટળાયેલા હતા. તે ઘર સાપનો અડ્ડો બની ગયું હતું. અંબર હોલ નામની એક મહિલાએ જણાવ્યું કે જ્યારે તેણે નવું ઘર બુક કરાવ્યું હતું ત્યારે તેને ખબર નહોતી કે આ ઘર સાપનો અડ્ડો છે. મહિલાએ કહ્યું, “જ્યારે અમે ઘર જોવા ગયા તો અમારો કૂતરો પાછળના ગેરેજના દરવાજા પાસે ઘરમાં ઘૂસી ગયો અને ખૂબ જ ધીરે ધીરે ચાલવા લાગ્યો.”

અંબર હોલે તેની સાથે બનેલી આ વિચિત્ર ઘટનાનું વર્ણન કર્યું કે “જ્યારે હું આ ઘર જોવા આવી હતી. બે નાના છિદ્રો દેખાતા હતા. મેં તે છિદ્રોમાંથી દિવાલો પર સાપને રખડતા જોયા હતા. તે જોઈને હું ગભરાઈ ગઈ હતી.” મહિલાએ કહ્યું કે તેણે દિવાલની તિરાડોમાં દરવાજાની આસપાસ સાપ જોયા હતા. કહેવાય છે કે 10 દિવસ પહેલા પહેલો સાપ જોવા મળ્યો હતો અને ત્યારથી અત્યાર સુધીમાં કુલ 10 સાપ જોવા મળ્યા છે.

એમ્બર હોલે કહ્યું, “તે ચોંકાવનારું હતું… સાપ વિશાળ હતો. તેના પર સંશોધન કર્યા પછી, બધાએ કહ્યું કે તે કોઈ પ્રકારનો ગાર્ટર સાપ હતો. પરંતુ કોઈએ કહ્યું નથી કે તેઓએ ક્યારેય આટલો મોટો ગાર્ટર સાપ જોયો હશે.” એમ્બર હોલે કહ્યું, “મેં ઘરની અંદર કંઈપણ ખોલ્યું ન હતું કારણ કે મને ડર હતો કે બોક્સની અંદર અથવા નીચે સાપ હોઈ શકે છે.”

સાપથી છુટકારો મેળવવા માટે તેણે એક સ્નેક રેંગલરને રાખ્યો છે. અત્યાર સુધીમાં લગભગ એક હજાર ડોલરનો ખર્ચ કર્યો છે. મહિલાએ કહ્યું, “કદાચ જે લોકોએ મને તે વેચ્યું તેઓને પણ ખબર હશે કે આ ઘર સાપથી ભરેલું છે. પરંતુ મને આ વિશે કહેવામાં આવ્યું ન હતું. મેં આ ઘર ખરીદવા માટે મારા જીવનના તમામ પૈસા ખર્ચ્યા છે.”

શૌચાલયમાંથી સાપ નીકળવાના ડરથી પરિવાર બાથરૂમનો ઉપયોગ કરતા ડરી ગયો છે. મહિલાએ કહ્યું કે તેને મોતનો ડર લાગે છે. નિષ્ણાતોએ જણાવ્યું કે આ સાપ લગભગ બે વર્ષથી અહીં છે. તેથી તેને શંકા હતી કે આ સાપ જોનાર તે પ્રથમ વ્યક્તિ નથી.