જો તમે પણ લાવો છો જોયા વગર વસ્તુ તો થઇ જાઓ સાવધાન ! એક મહિલાને દ્રાક્ષના પેકેટમાંથી નીકળ્યું એવું કે જોઇને રહી ગઇ હેરાન

દેશ અને દુનિયામાં આજ કાલ સુપરમાર્કેટનું ચલણ વધી ગયુ છે. વધારે લોકો તો ઘરોનો સામાન ખરીદવા માટે સુપરમાર્કેટ જ જાય છે. શોપિંગ દરમિયાન કેટલીક એવી વસ્તુઓ થઇ જાય છે કે જેને જાણીને હેરાની થઇ જાય. ઓસ્ટ્રેલિયામાં પણ એક મહિલા સાથે આવુ થયુ છે. આ મહિલા સુપરમાર્કેટથી દ્રાક્ષનું પેકેટ ખરીદીને લાવી હતી. પરંતુ તેની અંદરથી એવી વસ્તુ નીકળી કે તે જોઇને હેરાન રહી ગઇ…

મહિલાએ એક લોકલ સ્ટોરથી દ્રાક્ષ ખરીદી પરંતુ જયારે તેણે પેકેટ ખોલીને દ્રાક્ષ ધોવાનું શરૂ કર્યુ તો તે શોક રહી ગઇ. કારણ કે દ્રાક્ષના ગુચ્છાની અંદરથી એક ઉંદરનું મરેલુ બચ્ચુ નીકળ્યુ. જેને જોઇને તેની ભૂખ મરી ગઇ.

Emma નામની મહિલાએ Woolworthsના સ્થાનિક સ્ટોરથી લાલ દ્રાક્ષનું પેકેટ ખરીદ્યુ. જયારે તેણે પેકેટ ખોલીને દ્રાક્ષ ધોવાનું શરૂ કર્યુ તો તે શોક રહી ગઇ. કારણ કે દ્રાક્ષના ગુચ્છાની અંદરથી એક ઉંદરનું મરેલુ બચ્ચુ નીકળ્યુ. Emmaએ ફેસબુક પોસ્ટમાં લખ્યુ કે, સાચેમાં મંગળવારે રાત્રે મારી ભૂખ મરી ગઇ. તેમણે જણાવ્યુ કે, મેં બીજ વગરની લાલ દ્રાક્ષનું પેકેટ ખરીદ્યુ અને તેને એક વાટકામાં ધોવા માટે નાખી અને તેમાંથી ઉંદરનું મરેલુ બચ્ચુ નીકળ્યુ જે જોઇ હું હેરાન રહી ગઇ.

આ મામલા પર Woolworths ના પ્રતિનિધિએ જણાવ્યુ કે, સુપરમાર્કેટ આ મામલાને લઇને ચિંતિત છે. સાથે જ તેમણે મહિલાથી આ મામલાને લઇને જાણકારી માંગી અને કહ્યુ કે તે આ દ્રાક્ષ સ્ટોરમાં આવી પાછુ આપી શકે છે.

Shah Jina