11 વર્ષથી ગુમ હતી આ છોકરી, હવે ભાંડો ફૂટ્યો કે પાસેના ઘરમાં…રાત્રે બધાના સૂઇ ગયા પછી

આ યુવતી જે રૂમમાં છુપાયેલી હતી ત્યાં અંદર જ કપડા ધોઈને સૂકવતી હતી, અને આખો દિવસ…

કેરળના પલક્કડના અયાલુર ગામમાંથી 11 વર્ષ પહેલા ગૂમ થયેલી એક મહિલા હાલમાં જ તેના પ્રેમી સાથે માતા-પિતાના ઘરથી 500 મીટરની દૂરી પર એક ઘરમાં મળી છે. રિપોર્ટ્સ અનુસાર તે પુરુષ તેના માતા-પિતા સાથે રહેતો હતો. પરંતુ તેના માતા-પિતા મહિલાની ઉપસ્થિતિથી પૂરી રીતે અજાણ હતા. ખબરો અનુસાર મહિલાનું નામ સજિતા છે જે તે સમયે 18 વર્ષની હતી અને તેણે તેનું ઘર છોડી દીધુ હતુ અને ફેબ્રુઆરી 2010માં બાજુમાં અલિનચુવતિલ રહેમાનના ઘરમાં રહેવા લાગી ગઇ હતી.

એક યુવતિની 11 વર્ષ પહેલા ગુમ થયાની રિપોર્ટ દાખલ કરાવવામાં આવી હતી. આ મહિલા પાડોશમાં પ્રેમીના ઘરે આટલા વર્ષ સુધી એક રૂમમાં છૂપાયેલી રહી. તેની ખબર પ્રેમીના ઘરવાળાને પણ ના થઇ. આ હેરાન કરી દેનાર કિસ્સો કેરળના પલક્કડ જિલ્લાના અઇલૂરનો છે.

સજીથાની આટલા વર્ષ સુધી કોઇને ખબર ના રહી અને હવે જઇને આટલા વર્ષો બાદ આ વાતનો ખુલાસો થયો છે. સજીથાના ઘરથી રહેમાનનું ઘર માત્ર 500 મીટરની દૂરી પર સ્થિત છે. રહેમાનના માતા-પિતા તેને પરેશાન કરતા ન હતા કારણ કે તે ચિડચિડિયા સ્વભાવનો હતો.

સજિતા તેના ઘોયેલા કપડાને તેના રૂમમાં સૂકાવી દેતી હતી. રહેમાનના પરિવારે થોડા સમય પહેલા તેના માટે જીવનસાથીની શોધ શરૂ કરી હતી. જો કે, આ મામલે તેણે આપત્તિ ના જતાવી પરંતુ તેણે વિષય બદલવાની કોશિશ કરી.

રહેમાનના ઘરમાં તેના માતા-પિતા સહિત ચાર લોકો રહેતા હતા. રહેમાનના રૂમ તરફ કોઇ પણ જવાની કોશિશ કરતુ તો તે આક્રમક થઇ જતો હતો. કેટલીક વાર તો તે કામ પર પણ જતો ન હતો અને ખાવાનું પણ રૂમમાં લઇ જતો હતો. આવુ જ આટલા વર્ષો સુધી ચાલ્યુ. રહેમાનના રૂમમાં ટોયલેટ બાથરૂમ પણ ન હતુ, આવામાં સજીથા જયારે રાત્રે બધા ઘરવાળા સૂઇ જતા ત્યારે રૂમની બારીમાંથી આવતી-જતી હતી. આ માટે બારીની ગ્રિલને હટાવવામા આવેલી હતી.

રહેમાને પોલિસને જણાવ્યુ હતુ કે, આવી રીતે છૂપાઇ છૂપાઇને તેઓ તંગ આવી ગયા હતા અને એટલા માટે તેઓ આ વર્ષે માર્ચમાં ઘરની બહાર આવી ગયા અને ભાડાનો રૂમ લઇ રહેવાનુ શરૂ કરી દીધુ. પોલિસે બંનેના નિવેદન લીધા બાદ તેમની વાતોને વિશ્વસનીય માની અને બંનેને કોર્ટમાં પેશ કરવામાં આવ્યા, કોર્ટે તે બંનેને સાથે રહેવાની મંજૂરી આપી દીધી. સજીથાની ઉંમર 29 વર્ષ છે જયારે રહેમાનની ઉંમર 34 વર્ષ છે.

Shah Jina