અમદાવાદના પોશ વિસ્તારમાં 3 કરોડ રૂપિયા લઈ પરત ના આપી અને પરિણીતાને ઘરની બહાર કાઢી મૂકી, પરિણીતાને બિભસ્ત ગાળો બોલીને….

આજે જમાનો કેટલો આધુનિક કેમ ના બની ગયો હોય, લોકો પોતાની જાતને સ્માર્ટ કેમ ના સમજતા હોય, ભલે નિયમ કાયદા સખ્ત બન્યા હોય, પરંતુ હજુ પણ આપણા સમાજમાં કેટલાક દુષણો વ્યાપેલા છે. એવું જ એક દુષણ છે દહેજનું. જે સમાજમાં ઠેર ઠેર તમને જોવા મળશે અને આ દુષણના કારણે ઘણી મહિલાઓ અત્યાચારનો ભોગ પણ બનતી હોય છે. સમાચાર અને સોશિયલ મીડિયામાં દહેજના કારણે પ્રતાડિત થતી મહિલાઓના ઘણા બધા કિસ્સા રોજ સામે આવતા હોય છે.

ત્યારે હાલ અમદાવાદમાંથી એક એવી જ ઘટના સામે આવી છે, અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતા એક પતિ અને સસરા વિરુદ્ધ પરણિતાએ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી છે. પરણિતાએ વસ્ત્રાપુર પોલીસ મથકે સાસુ, સસરા અને પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસા ઉપરાંત કરોડો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ અને સસરાની ધરપકડ પણ કરી લીધી છે.

પરણિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તેના સસરા અને પતિએ તેનું જીવન નર્ક બનાવી દીધું હતું. લગ્ન બાદ પતિ પરણિતાને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો અને મારઝૂડ પણ કરવામાં આવતી હતી. જો પત્ની તેના સાસુ સસરાને આ બાબતે ફરિયાદ કરતી તો સાસુ સસરા પણ તેમના દીકરાનું ઉપરાણું લઈને પરણિતા ઉપર જ ઉલ્ટાનો ત્રાસ ગુજારતા હતા.

એટલું જ નહિ દહેજ ભૂખ્યા સાસુ સસરા અને પતિએ પરણિતા જે કરિયાવરમાં સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ લઈને આવી હતી, તે બધા સાથે કુલ 3 કરોડ રૂપિયા તેની પાસેથી લઇ લડિહા હતા અને તેને ઘરની બહાર કાઢી મૂકી હતી. જેના બાદ આખરે કંટાળીને પરણિતાને પોલીસના આશરે જવું પડ્યું હતું અને ફરિયાદ નોંધાવી હતી.

Niraj Patel