લો બોલો…ઇન્સ્ટાગ્રામ પર સંપર્કમાં આવેલા યુવકના પ્રેમમાં પડી અમદાવાદની ત્રણ બાળકોની માં…પણ પછી થયો એવો દાવ કે…

Ahmedabad News : ગુજરાતમાંથી ઘણીવાર યુવતિઓ, સગીરાઓ કે પરણિતાઓ પર દુષ્કર્મ અને છેડતીના મામલા સામે આવે છે. ઘણીવાર કેટલીક પરણિતાઓને પ્રેમજાળમાં ફસાવી અને લગ્નની લાલચે શારીરિક સંબંધો બાંધવામાં આવે છે અને પછી આ દરમિયાનના ફોટો-વીડિયો લઇ તેના આધારે બ્લેકમેઇલ કરવામાં આવે છે. ત્યારે હાલમાં એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે, જેમાં 27 વર્ષીય પરણિતાએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં એક ઈન્સ્ટાગ્રામ પર મળેલા 25 વર્ષીય મિત્ર સામે રેપની ફરિયાદ નોંધાવી.

ઈન્સ્ટાગ્રામ મારફતે મુશૈફ શેખના સંપર્કમાં આવી
આ મહિલા ફેબ્રુઆરી 2022માં ઈન્સ્ટાગ્રામ મારફતે મુશૈફ શેખ તરીકે પોતાની ઓળખ આપનારા યુવકના સંપર્કમાં આવી હતી અન તે બાદ તેમણે પ્લેટફોર્મ પર એકબીજાને ફોલો કરવાનું શરૂ કર્યુ હતુ. કેટલાક મહિનાઓ સુધી વાત કર્યા બાદ પછી એકબીજાનો નંબર શેર કર્યો અને ફોન પર વાત કરવાનું શરૂ કર્યુ. જો કે, ફરિયાદમાં મહિલાએ જણાવ્યુ કે શેખ મુંબઈમાં રહે છે તેવું તેણે જણાવ્યુ હતુ અને તે બિઝનેસ કરે છે તેમ પણ કહ્યું હતું. આ ઉપરાંત મહિલા સાથે તેણે લગ્ન કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. બંને શહેરના કેટલાક સ્થળો પર ઘણીવાર મળતા.

હોટેલમાં બોલાવી કથિત રીતે દુષ્કર્મ આચર્યું
આ ઉપરાંત મહિલાએ વધુમાં જણાવ્યુ કે, શેખે તેને નેહરુ બ્રિજ પાસે આવેલી હોટેલમાં બોલાવી અને ત્યાં કથિત રીતે દુષ્કર્મ આચર્યું. જે બાદ તેણે તેના અસલી નામનો ખુલાસો કરતાં તેણે રિયાઝ શેખ હોવાનું જણાવ્યું. તે ખાનપુરમાં રહેતો હતો અને તેણે મહિલાને ઈમ્પ્રેસ કરવા માટે મુંબઈમાં રહે છે અને બિઝનેસ કરે છે તેવું કહ્યુ હતુ.

મહિલા છે ત્રણ બાળકોની માતા
જો કે, હકિકતની જાણ થયા બાદ ફરિયાદીએ તેની સાથે વાત કરવાનું બંધ કરી તો તે તેમના સંબંધો વિશે તેના પતિને જણાવશે તેવી ધમકી આપી. જો કે, મહિલાએ પોતે જ તેના પતિને આના વિશે જણાવ્યું અને પછી શેખ સામે ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું. ઉલ્લેખનીય છે કે, મહિલાના લગ્ન 2013માં થયા હતા અને તેને ત્રણ બાળકો પણ છે. હાલ તો તે પતિ અને બાળકો સાથે વટવામાં રહે છેે.

Shah Jina