પતિનું કોરોનાના કારણે મોત થતા સસરાએ પુત્રવધુ સાથે જે કર્યું એ સાંભળીને તમારું લોહી પણ ઉકળી ઉઠશે

અમદાવાદમાં સસરાએ પરિણીતા સાથે જે કર્યું એ ખુબ જ ચોંકાવનારું છે…

કોરોનાના કારણે કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઘણા પરિવારમાં પરિવારના મોભી  તો ઘણાએ પોતાના વ્હાલસોયા સંતાનોને પણ ગુમાવ્યા છે. ઘણી સ્ત્રીઓ વિધવા પણ બની છે, ત્યારે હાલ અમદાવાદમાંથી  એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને તમારું પણ લોહી ઉકળી ઉઠશે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતી એક મહિલાના  પતિનું કોરોનાના કારણે નિધન થયું હતું. પતિના નિધનના થોડા સમય બાદ જ મહિલા ઉપર સાસરી વાળાએ ત્રાસ ગુજારવાનું શરૂ કરી કરી દીધું.

પત્ની ઉપર આરોપ લગાવવામાં આવ્યો કે “તારા પતિના મોત માટે તું જ જવાબદાર છે.” આ ઉપરાંત વારંવાર તેને મહેણાં ટોણા મારી અને ઘરની બહાર નીકળી જવા માટેનું પણ કહેવામાં આવતું, તેમનાથી ત્રાસીને મહિલાએ આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

35 વર્ષીય આ મહિલા તેના પરિવાર સાથે વેજલપુરની એક સોસાયટીમાં રહે છે. તેનો પતિ એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. આ મહિલાના લગ્ન વર્ષ 2009માં થયા હતા. ત્યારે મે મહિનામાં જ તેના પતિનું કોરોનાના કારણે અવસાન થતા તેના ઉપર દુઃખોનો પહાડ તૂટી પડ્યો હતો. પતિના અવસાન બાદ સાસરિયા દ્વારા તેને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. જે અંગે મહિલાએ તેની નણંદ અને બન્ને જેઠાણીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

 

Niraj Patel