31 ડિસેમ્બર પહેલા જ ટલ્લી બે મહિલા દમણમાં રોડ પર ઝગડી પડી, જોરદાર થપ્પડો વાળી કરી, વીડિયો આવ્યો છે સામે

ગાંધીના ગુજરાતમાં આમ તો કહેવા પૂરતી અને પેપર પર દારૂબંધી છે પણ અંદરખાને અને ઘણીવાર તો ખુલ્લેઆમ પણ દારૂ વેચવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે હાલમાં 31 ડિસેમ્બરને પગલે પોલિસ એલર્ટ થઇ ગઇ છે અને ઘણા દારૂનો વેપલો કરનાર કે પછી દારૂની ભઠ્ઠીઓ પર દરોડો પાડી કાર્યવાહી કરી રહી છે. ત્યારે આજે 31 ડિસેમ્બર છે અને હજી તો દિવસ ચાલુ જ થયો છે અને ત્યાં એક ખબર પણ સામે આવી ગઇ.

વલસાડને અડીને આવેલા સંઘપ્રદેશ દમણના એક વાઈન શોપ બહાર બે મહિલાઓની મારામારીનો વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે. પૈસાની લેતીદેતી મામલે બંને મહિલાઓ બાયખડી પડી હતી અને જાહેર રસ્તા પર એવી રીતે મારામારી કરી રહી હતી કે પુરુષોએ પણ દોડવું પડ્યું અને મહામહેનતે બંનેને છૂટી પાડી. જે બાદ ઘટનાસ્થળ પર દોડી આવેલી પોલીસે બંનેને ડિટેઈન કરી કાર્યવાહી હાથ ધરી.

બંને મહિલાઓને છૂટી પાડવા લોકો દૂરથી ‘પોલીસ આવી’ એવું પણ કહી રહ્યા હતા પણ તેમ છત્તાં તે મહિલાઓને જાણે પોલિસનો ડર ન હોય તેમ એકબીજાને છોડવા તૈયાર ન હતી. જાહેર રસ્તા પર જ નશામાં ધૂત બનેલી બંને મહિલાઓએ એકબીજાના વાળ પકડી જોરદાર મારામારી કરી હતી. જો કે, પહેલા તો રસ્તા પરથી અનેક લોકો પસાર થયા પણ શરૂઆતમાં કોઈએ આ મહિલાઓને છૂટા પાડવાનું જરૂરી ન સમજ્યું.

ત્યાં કેટલાક લોકો તો બે મહિલાઓ વચ્ચે ચાલતી લડાઈનો વીડિયો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી રહ્યા હતા. જો કે, અંતે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી અને પછી પોલીસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો. ઉલ્લેખનીય છે કે, પૈસાની લેતી દેતી બાબતે બંને મહિલાઓ વચ્ચે શરૂ થયેલી બોલાચાલી પછીથી મારામારી પર પહોંચી હતી. બંને મહિલાઓ એકબીજાના વાળ પકડી અને જોરદાર મારામારી પર ઉતરી આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by ConnectGujarat (@connectgujarat)

Shah Jina