ખબર વાયરલ

આ મહિલાનો પ્રાણી પ્રેમ જોઈને તમે પણ હેરાન રહી જશો, રેલવે સ્ટેશન ઉપર પોતાના હાથથી રખડતા શ્વાનને દહીં ભાત ખવડાવ્યા, વીડિયો થયો વાયરલ

આપણે ઘણા લોકોને પોતાના ઘરે પાલતુ પ્રાણીઓ રાખતા જોયા હશે. તે લોકો પોતાના આ પાલતુ પ્રાણીઓને ખુબ જ પ્રેમ કરતા હોય છે અને પોતાના ઘરના સદસ્યોની જેમ સાચવે છે, તો ઘણા લોકો એવા પણ હોય છે જે રસ્તે રઝળતા પ્રાણીઓને પણ પ્રેમ કરે છે અને તેમના માટે કંઈકને કંઈક વિચારતા હોય છે. આવા પશુ પ્રેમીઓના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા આપણે જોયા હશે.

ત્યારે હાલ એવો જ એક વીડિયો લોકોનું દિલ જીતી રહ્યો છે. આ વીડિયો સામે આવ્યો છે પશ્ચિમ બંગાળના કોલકાતામાં દમ દમ ઉપનગરીય રેલવે જંકશન સ્ટેશન પરથી. જ્યાં એક મહિલાએ સફેદ રંગના રખડતા શ્વાનને દહીં અને ભાત ખવડાવ્યાં. તે પોતાના હાથ વડે શ્વાનના મોંમાં રાંધેલા ભાત નાખી રહી હતી, આમ કરતી વખતે તેણે આખો બાઉલ ખાલી કર્યો અને ભૂખ્યા શ્વાનનું પેટ પણ ભરાઈ ગયું હતું. કોઈએ આ ઘટનાનો વીડિયો રેકોર્ડ કર્યો છે.

હવે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો પશ્ચિમ બંગાળના જ રેલવે સ્ટેશનનો છે. તમે જોઈ શકો છો કે કેવી રીતે એક મહિલા રખડતા શ્વાનને ખવડાવતી જોવા મળે છે. હળવાશની લાગણી દર્શાવતા આ વીડિયોએ ઘણા લોકોના દિલ જીતી લીધા છે. આ વીડિયો 24 એપ્રિલના રોજ ફેસબુક પર પોસ્ટ કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં તેને લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે. તેને હજારોથી વધુ લાઈક્સ અને શેર મળ્યા છે.

જે મહિલા શ્વાનને દહીં-ભાત ખવડાવી રહી છે તે અજાણ છે, એટલે કે મહિલાની ઓળખ થઈ નથી. તે રેલ્વે સ્ટેશન પર બેસીને રખડતા શ્વાનને દહીં ભાતથી ભરેલો બાઉલ ખવડાવતી જોઈ શકાય છે. આ વીડિયો પશ્ચિમ બંગાળના દમ દમ કેન્ટોનમેન્ટ રેલ્વે સ્ટેશનનો છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે કહ્યું કે શ્વાનને દહીં ભાત સિવાય બીજું કંઈ ગમતું નથી.

મહિલાએ જણાવ્યું કે શ્વાનનું નામ કુતુશ છે, જેની ઉંમર 5 વર્ષ છે. તેને દહીં અને ભાત ખાવા ખુબ જ ગમે છે. આટલું જ નહીં મહિલાએ જણાવ્યું કે તેને જમતી વખતે બેકગ્રાઉન્ડમાં સંગીત સાંભળવું પણ ગમે છે. અને હા, એવું નથી કે આ મહિલા પહેલીવાર શ્વાનને ખવડાવી રહી હતી. તે શ્વાનને ખવડાવવા માટે દિવસમાં ત્રણ વખત સ્ટેશન પર આવે છે. લોકો આ મહિલાના ખુબ વખાણ કરી રહ્યા છે.