સિંહને જંગલનો રાજા એટલા માટે કહેવામાં આવે છે કેમ કે તેનાથી વધારે ખૌફનાક જાનવર બીજું કોઈ નથી. મોટાભાગે સિંહનું નામ સાંભળતા જ દરેક લોકોંની બોલતી પણ બંધ થઇ જતી હોય છે. એવામાં વિચારો કે જો સિંહ સામે આવી જાય તો ન જાણે શું થાય! પણ અમેરિકાના ન્યુયોર્કમાં એક મહિલાએ એવો કારનામો કર્યો કે લોકો તેની ખુબ આલોચના કરી રહ્યા છે. આ સિવાય આ મહિલાની સાથે મોટી દુર્ઘટના થતા-થતા પણ બચી છે.

ન્યુયોર્કમાં બ્રૉન્સ ઝૂ ચિડિયાઘરમાં એક મહિલા મસ્તી કરવાના હેતુથી સીધી જ સિંહના વાડામાં ઘુંસી ગઈ હતી. એવામાં સિંહ સામે આવ્યો તો આ મહિલા મસ્તી કરતા કરતા તેને ચીઢવવા લાગી હતી. પણ અમુક સમય પછી મહિલા સલામત જ પાછી બહાર આવી હતી. સિંહ સૌથી ખતરનાક પ્રાણી માનવામાં આવે છે એ જાણતા હોવા છતાં પણ મહિલા કઈ વિચાર્યા વગર જ વાડામાં ઘુંસી ગઈ. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ રહ્યો છે. વિડીયો જોયા પછી લોકો આ મહિલાની ખૂબ આલોચના કરી રહ્યા છે. મહિલા જયારે સિંહને ચિઢવી રહી હતી ત્યારે સિંહ માત્ર ઉભા રહીને તેને જોઈ રહ્યો હતો અને તેના પર કોઈ હુમલો કર્યો ન હતો અને દુર્ઘટના થતા બચી ગઈ હતી.

વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા અંદર જઈને સિંહની સામે ઉભી રહી જાય છે અને તેને ચીઢવવા માટે પોતાના હાથ હલાવી રહી છે. પણ સિંહ તેના પર હુમલો નથી કરતો. વિડીયો ત્યાં ફરવા માટે આવેલા એક વ્યક્તિ રીઅલ સોબરીનો દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો હતો. વીડિયોને શેર કરતા તેણે કૈપ્શનમા લખ્યું કે,”અંત સુધી જોજો, કેમ કે તમને વિશ્વાસ નહિ આવે કે આગળ શું થયું.”

વિડીયો વાઇરલ થયા પછી લોકો તેને મૂર્ખ જણાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે,”આ એકદમ મૂર્ખાઈ ભરેલો કારનામો હતો, જો સિંહ હુમલો કરી દેતો તો પ્રાણીસંગ્રહાલયના લોકો સિંહને જ સજા આપતા, તેઓ એ ન જોત કે મહિલા જાણી જોઈને પોતાની જાતે જ સિંહના વાડામાં ઘુંસી હતી.”
એવામાં બ્રૉન્સ પ્રાણીસંગ્રહાલય દ્વારા એક સ્ટેટમેન્ટ પણ રિલીઝ કરવામાં આવ્યું છે. તેઓએ કહ્યું કે આ મહિલાએ ખુબ મોટુ ઉલ્લંઘન કર્યું છે અને અહીંના અનિયમોનું પાલન નથી કર્યું. મહિલાનું આવું કરવા પર તેનો જીવ પણ જઈ શકે તેમ હતો.
જુઓ સિંહના વાડામાં ઘુંસેલી મહિલાનો વિડીયો-1…
જુઓ સિંહના વાડામાં ઘુંસેલી મહિલાનો વિડીયો-2…