જાણવા જેવું જીવનશૈલી

લોકો સાથે ગળે વળગીને સુવાના અધધધ રૂપિયા લે છે આ મહિલા, ભાવ જાણીને પોતાને ગરીબ સમજશો

આજે માણસ કમાવવા માટે કોઈ પણ કામ કરવા તૈયાર થઇ જાય છે. આજે લોકો ધનવાન થવા માટે તનતોડ મહેનત કરતા હોય છે. પરંતુ શું તમે કયારે પણ સાંભળ્યું છે કે, કોઈને ગળે લગાડીને પણ પૈસાઈ કમાણી કરી શકાય છે ? વાંચીને અચરજ થયું ને ? પણ આ બિલકુલ સાચી વાત છે.

એક મહિલાએ પૈસા કમાવવા માટે એક એવો ઉપાય અજમાવ્યો કે, લોકો જાણીને હેરાન થઇ ગયા હતા. પરંતુ આ કામ જાણીને તમે પણ તુરંત જ આ કામ કરવા માટે તૈયાર થઇ જશો. તમને જાણીને આચંકો લાગશે કે એ એવું કેવી રીતે શક્ય બને ? કે તમે કોઈને ગળે લગાડો અને તેના અંતે તમને ઘણા બધા પૈસા મળે.

આ આપણી દુનિયામાં શક્ય છે. આજકાલ એક મહિલા ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની ગઈ છે જે ફક્ત લોકોને ગળે લગાડીને પ્રેમથી સુવડાવે છે. આ મહિલા ગળે લગાડવા અને પ્રેમથી સુવડાવવા માટે એક કલાકના 80 ડોલર એટલે કે, લગભગ 5,635 રૂપિયા વસુલે છે.

અમેરિકાના કૈનજસ શહેરમાં મૈરી નામની એક એવી મહિલા છે જે લોકોને ફક્ત હગ કરવાના અને તેને લપેટીને સુવા માટે વર્ષભરમાંથી 28 લાખની કમાણી કરી લે છે. મૈરી એક પ્રોફેશનલ કડલર છે જે તેની આ સર્વિસ દ્વારા લોકોને રિલેક્સ ફીલ કરાવે છે.

મૈરીએ કહ્યું હતું કે, કોઈને હગ કરીને સૂવાથી બોડીના ઓક્સીટોસિન હોર્મોન રીલિઝ થાય છે, જે લોકોને ખુશી તો મહેસુસ કરાવે સીગે સાથે સ્ટ્રેસ પણ ઓછો કરે છે. મેરીનું આ સેશન એક કલાકથી લઈને 4 કલાક સુધીનું હોય છે.

મૈરીએ ગળે લગાડિને સુવા માટે થોડા નિયમ પણ બનાવ્યા છે. આ નિયમમાં  ગ્રાહકે તેના સેશન દરમિયાન પુરા કપડામાં જ હોવું જોઈએ. આ સેશન દરમિયાન લપો ફિઝિકલ ડિઝાયર પણ ના હોવું જોઈએ. ગરમીના સમયે શોર્ટ ચાલી શકે છે પરંતુ તેનાથી શોર્ટ કપડાં નહીં પહેરવાના.

મૈરીના આ કામમાં જે લોકો આવે છે તેમાં કુંવારાથી લઈને પરિણીત લોકો અને વિધવા પણ શામેલ છે. જે લોકો મૈરી પાસે આવે છે તે તેના લગ્નજીવનમાં ઘણા ખુશ છે. મૈરી ખુદ પણ રિલેશનશીપમાં છે. પરંતુ એક જાણવા જેવી વાત એ છે કે, તેના બોયફ્રેન્ડને આ કામથી કોઈ તકલીફ નથી.

મૈરીએ કહ્યું હતું કે, મારા બોયફ્રેન્ડને મારા આ કામની ખબર છે તેને કોઈ પણ પ્રકારની તકલીફ નથી. મૈરીનો બોયફ્રેન્ડ જાણે છે કે, આ કોઈ xtual પ્રવૃત્તિ નથી. મૈરી તેના આ કામથી બેહદ આનંદ આવે છે. આખરે મેરીને પણ આ કામથી ઘણો ફાયદો થયો છે. મૈરી આ પ્રવૃત્તિ બાદ સારી નીંદર લે છે સાથે જ તેનો સ્ટ્રેસ પણ ઘણો ઓછો થઇ ગયો છે. અને એનર્જી પણ વધી ગઈ છે.