દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

બંન્ને હાથ નથી… પગથી ગાડી ચલાવનારી દેશની પહેલી મહિલા છે મૈરિયટ

આ દીકરીની સ્ટોરી વાંચીને પ્રોત્સાહન જરૂર પૂરું પાડજો…

કેરળની રહેનારી 28 વર્ષની જિલુમલ મૈરિયટ થૉમસ હાથ વગર જ ગાડી ચલાવનારી દેશની પ્રથમ મહિલા ડ્રાઈવર બની છે. હાથ ન હોવાને લીધે તે પોતાના પગ દ્વારા ડ્રાઈવીંગ કરે છે. વર્ષ 2018 માં તેને કોર્ટના આદેશ પર ડ્રાઈવીંગ લાઇસેંસ મળ્યું ન હતું.

Image Source

મૈરિયટ ‘થૈલિડોમાઇડ સિન્ડ્રોમ’ નામના રોગથી પીડિત છે. આ બીમારીમાં પીડિતના હાથ કે પગનો સામાન્ય વિકાસ નથી થઇ શક્તો. ઇડુક્કી જિલ્લાના કરીમનૂરની રહેનારી મૈરિયટ વ્યવસાયથી એક ગ્રાફિક ડિઝાઈનર પણ છે અને તેના પિતા ખેતી કામ કરે છે.

Image Source

મૈરિયટને બાળપણથી જ ગાડી ચલાવવાનો ખુબ જ શોખ હતો. ડિઝાઇનિંગનો કોર્સ કરતા કરતા તેણે એર્નાકુલમમાં યંગ વુમન ક્રિશ્ચિયન એસોસિએશન જોઈન કરીને ચાર દીવાલની અંદર ડ્રાઈવીંગ શીખ્યું હતું. વર્ષ 2014 માં તે પેહલી વાર આરટીઓ ઓફિસ ગઈ હતી અને લાઇસેંસ માટે ફોર્મ ભર્યું હતું. પણ હાથ ન હોવાને લીધે તેને લાઇસેંસ માટે અનુમતિ મળી ન હતી.

Image Source

એવામાં મૈરિયટ હાઇકોર્ટ ચાલી ગઈ અને આરટીઓના નિર્ણયને ચેલેન્જ આપી. આ દરમિયાન તેણે અન્ય હાથ વગર ડ્રાઈવીંગ કરનારા વિક્રમ અગ્નિહોત્રી અને ઓસ્ટ્રેલિયન મહિલા ડ્રાવરનું ઉદાહરણ પણ આપ્યું, કોર્ટમાં વિડીયો પણ દેખાડવામાં આવ્યો.

Image Source

જેના પછી હાઇકોર્ટે મૈરિયટને લર્નિંગ લાઇસેંસ આપવાનો આદેશ યથાવત રાખ્યો, જેના પછી મૈરિયટએ ફૂલ ઓટોમેટિક કાર ખરીદી લીધી. આ ગાડી તેના અને આરટીઓના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી હતી, જેને મૈરિયટ હાલના સમયમાં ચલાવી રહી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.